શોધખોળ કરો
Advertisement
ભારત-ચીન અથડામણમાં આર્મીએ કહ્યું- એક પણ જવાન લાપતા નથી, રિપોર્ટ ફગાવ્યો
ભારતીય અને ચીનની સેનાઓએ ગલવાન ખીણ અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય સ્થિતિ યથાવત રાખવા માટે ગુરુવારે સતત ત્રીજા દિવસે મેજર જનરલ સ્તરની ચર્ચા કરી.
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ગુરુવારે એ અહેવાલોને ફગાવી દીધા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ત્રણ દિવસ પહેલા ચીનના જવાનો સાથે થયેલ હિંસક અથડામણ બાદ તેના અનેક જવાનો લાપતા છે.
આર્મીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, કાર્રવાઈમાં એક પણ ભારતીય જવાન લાપતા નથી થયા.’
એવા અહેવાલ હતા કે ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ચીનની સેનાએ બારતીય સેનાના કેટલાક જવાનોને બંદી બનાવી લીધા છે. આ અથડામણાં 20 ભારતીય જવાન શહીદ થયા હાત. ચીને માર્યા ગયેલ કે ઘાયલ જવાનોની સંખ્યા જણાવી નથી.
વિદેશ મંત્રાલયે કર્યું સ્પષ્ટીકરણ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરગા શ્રીવાસ્તવે પણ એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, સોમવારે થયેલ અથડામણ બાદથી એક પણ ભારતીય જવાન લાપતા નથી થયા.
બન્ને દેશોની સેનાઓની વચ્ચે ગતિરોધ યથાવત
ભારતીય અને ચીનની સેનાઓએ ગલવાન ખીણ અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય સ્થિતિ યથાવત રાખવા માટે ગુરુવારે સતત ત્રીજા દિવસે મેજર જનરલ સ્તરની ચર્ચા કરી. પેંગોંગ ત્સોના કિનારે બન્ને પક્ષોની વચ્ચે થયેલ અથડામણ બાદ બન્ને દેશોની સેનાઓની વચ્ચે ગત પાંચ મેથી ગલવાન અને પૂર્વ લદ્દાખના કેટલાક અન્ય વિસ્તારમાં ગતિરોધ છે.
ગતિરોથ શરૂ થયા બાદથી ભારતીય સેન્ય નેતૃત્વએ નિર્ણય કર્યો હતો કે પેંગોંગ ત્સો, ગલવાન ખીમ, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડીના તમામ વિવાદિત વિસ્તારમાં ચીની સૈનિકોની કોઈપણ આક્રમક કાર્રવાઈનો પૂર્ણ દૃઢતા સાથે સામનો કરવામાં આવશે.
નોંધનીય છે કે, ગત પાંચ અને છે મેના રોજ હિંસક અથડામણાં લગભગ 250 ચીની અને ભારતીય જવાનો સામેલ થયા બાદ વિસ્તારમાં સ્થિતિ બગડી ગઈ હતી. પેંગોંગ ત્સોમાં થયેલ ઘટના બાદ નવ મેના રોજ ઉત્તર સિક્કિમમાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion