India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે આવ્યા રાહતના સમાચાર, દેશમાં એક્ટિવ કેસ ઘટીને 552 દિવસના નીચલા સ્તરે પહોંચ્યા
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 59માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 161માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8306 નવા કેસ નોંધાયા છે અને 221 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8834 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 552 દિવસના નીચલા સ્તર 98,416 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5108 કેસ નોંધાયા છે અને 315 સંક્રમિતોના મોત થયા છે. બિહારમાં 2426 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગત સપ્તાહે કેટલા કેસ નોંધાયા
રવિવારે 8895 કેસ અને 2796 સંક્રમિતોના મોત નોંધાયા હતા. શનિવારે 8603 કેસની સામે 415 દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે 9216 નવા કેસ નોંધાયા હતા અને 391 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે 9465 કેસ અને 477 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 8954 કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 127,93,09, 669 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 24,55,911 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 8,86, 263 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 50 હજાર 692
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 69 હજાર 608
- એક્ટિવ કેસઃ 98 હજાર 146
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 537
તેલંગાણાના કરિમનગરમાં આનંદરાવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 43 વિદ્યાર્થી કોરોના સંક્રમિક થયા હોવાનું કરિમનગરના ડિસ્ટ્રિક્ટ મેડિકલ હેલ્થ ઓફિસરે જણાવ્યું છે.