India Corona Cases: ભારતમાં સતત બીજા દિવસે 500થી વધુ મોત થતાં ફફડાટ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટ્યા છે પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. સતત બીજા દિવસે 500થી વધુ સંક્રમિતોના મોત થયા છે.
![India Corona Cases: ભારતમાં સતત બીજા દિવસે 500થી વધુ મોત થતાં ફફડાટ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા India Corona Cases: India reports 11850 new cases and 555 deaths in the last 24 hours India Corona Cases: ભારતમાં સતત બીજા દિવસે 500થી વધુ મોત થતાં ફફડાટ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/95fa490eff7d1c1c68f8032d67b62fed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 36માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 139માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે. જોકે છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિતોના મોતની સંખ્યામાં વધારો થયો છે. શુક્રવારે દેશમાં 12,516 નવા કેસ નોંધાયા હતા અને 501 લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા છેલ્લા 11,80 નવા કેસ નોંધાયા છે અને 555 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 14,403 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 274 દિવસના નીચલા સ્તર 1,36,308 પર પહોંચી છે.
દેશમાં કુલ રસીકરણનો આંકડો 111,40,48,134 પર પહોંચ્યો છે. જે પૈકી 58,42,530 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. નેશનલ કોવડ-19 રિકવરી રેટ 98.56 ટકા છે. જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.07 ટકા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 26 હજાર 036
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 26 હજાર 483
- એક્ટિવ કેસઃ 1 લાખ 36 હજાર308
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 245
COVID19 | India reports 11,850 new cases and 555 deaths in the last 24 hours; Active caseload stands at 1,36,308; lowest in 274 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/Zhp1X5odt8
— ANI (@ANI) November 13, 2021
અમદાવાદમાં રસીનો બીજો ડોઝ ન લેનારા 5 હજાર લોકોને ન અપાયો પ્રવેશ
અમદાવાદમાં કોરોના વેકિસનનો બીજો ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવ્યો હતો.જેના પરીણામે બી.આર.ટી.એસ.,એ.એમ.ટી.એસ. ઉપરાંત શહેરમાં આવેલા બગીચાઓ અને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતેથી કોરોના વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારા પાંચ હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)