શોધખોળ કરો

India Corona Cases: દેશમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: અત્યાર સુધીમાં 92.03 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 479 લોકો કોરોથી સાજા થયા છે.

India Corona Cases: દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 918 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસ વધીને 6350 થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.08 ટકા છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.86 ટકા છે. અત્યાર સુધીમાં 92.03 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 479 લોકો કોરોથી સાજા થયા છે અને કુલ 4,41,59,182  લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

ગુજરાતમાં શું છે સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. મહેસાણામાં 16, સુરત શહેરમાં 8 , રાજકોટ અને વડોદરા શહેરમાં 6-6 કેસ નોંધાયા છે. તો બીજી તરફ  હાલ 5 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. આ સાથે રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ થઈ ગયા છે.  રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 294 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 48 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં 12,66, 929 દર્દીઓએ કોરોનાના માત આપી છે. તો બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. 

ડોક્ટરો દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન

હાલના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા દિવસ અને દિવસે વધી રહ્યા છે. એક તરફ કોરોના તો બીજી તરફ વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન એ લોકો માટે ચિંતાજનક બાબત બની છે. ત્યારે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે નેશનલ પ્લમનોલોની અને ક્રિટિકલ કેર કોન્ફરન્સમાં અમદાવાદ સહિત દેશના સાત જેટલા નામાંકિત અને મોટા તબીબો દ્વારા કેટલીક મહત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.

દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત

એક્સપર્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ડોક્ટરની સાથે સાથે દર્દીઓ માટે પણ વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે માટેની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બાબતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા દિલ્હી AIMS ના પૂર્વ ડાયરેક્ટર અને હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી. જેમાં તમને કહ્યું કે કોરોના બાદ જોવા મળી રહેલા વાયરલ ઇન્ફેક્શન એ નવી વાત નથી પહેલા પણ આ પ્રકારના ઇન્ફેક્શન આવતા રહ્યા છે. પરંતુ આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે જેવી રીતે કોરોના દરમિયાન લોકોએ કોવિડ અનુરૂપ વ્યવહાર કર્યો હતો, એટ્લે કે માસ્ક સેનિટાઈઝર અને વારંવાર હાથ ધોવા એ બાબતોની ખાસ ધ્યાન રાખવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Embed widget