India Corona cases live update : છેલ્લા 24 કાલકમાં નોંધાયા 37,379 કેસ, 124નાં મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.
LIVE
Background
નવી દિલ્લીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોના કુલા કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે.
અત્યાર સુધીમાં 3,43,06,414 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો અત્યાર સુધીમાં કુલ 4,82,017 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,46,70,18,464 લોકોનું રસીકરણ કરાયું છે.
દિલ્લીમાં વીકેન્ડ કર્ફ્યૂ
દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે કેટલાય રાજ્યોએ ફરી એકવાર નિયંત્રણ લાગું કરી દીધા છે. ત્યારે દિલ્લી સરકારે પણ વીકેન્ડ કર્ફ્યૂ લગાવી દીધું છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, DDMAએ કોવિડના વધારાને રોકવા માટે દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો સિવાયના તમામ સરકારી અધિકારીઓ ઘરેથી કામ કરશે. ખાનગી ઓફિસોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
પંજાબ નાઇટ કર્ફ્યૂ
હવે પંજાબમાં પણ કોરોના નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે બાર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, સ્પામાં 50 ટકાની કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તમામ સ્ટાફ ફૂલી વેક્સિનેટ રાખવો પડસે. આ ઉપરાંત જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે પંજાબમાં સરકારી ઓફિસોમાં પ્રવેશ ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી બનાવી દેવામાં આવ્યા છે.
AHNA બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અપીલ
AHNA બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અપીલ. કોરોના પ્રોટોકોલનું પાલન કરવા IMAની અપીલ. બાળકોને રસી અપાવવા,યોગ્ય રીતે માસ્ક પહેરવા imaની અપીલ. ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળવા પણ કરાઈ અપીલ. અગાઉ AHNA એ 30 દિવસ નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી.
ઓમિક્રોન કેસ
દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને કરાયા ડિસ્ચાર્જ.