શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ

India Covid-19 Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 417 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે, જ્યારે 6032 સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1493 નો ઘટાડો થયો છે.

India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 417 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે, જ્યારે 6032 સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1493 નો ઘટાડો થયો છે.  દૈનિક પોઝિટિવિટી રેટ 1.20 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 52 હજાર 336 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 86 હજાર 496 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 030 પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 213 કરોડ 72 લાખ 68 હજાર 615 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 19 લાખ 93 હજાર 670 ડોઝ અપાયા હતા.

India Corona Cases Today:  ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  •  2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા

ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો

વિશ્વમાંથી કોવિડ-19 રોગચાળો ક્યારેય ખતમ થવાનો નથી, ભારતમાં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ સતત મળી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો કોરોના વાયરસ સામે રક્ષણ માટે નેક્સ્ટ જનરેશન વેક્સિન પર સતત કામ કરી રહ્યા છે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટોચના આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે દેશમાં કોરોનાને રોકવા માટે રસી બનાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.

કોવિડ-19 વર્કિંગ ગ્રૂપ NTAGI ના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર, "નેક્સ્ટ જનરેશનની રસીનો સંપૂર્ણ ખ્યાલ એ છે કે આપણે રસીના વારંવાર ડોઝ લેવાની જરૂર નથી. જો આપણે રસી લઈશું, તો તે માત્ર રક્ષણ જ નહીં કરે. વર્તમાન વાયરસના સ્ટ્રેનથી તો બચાવશે પરંતુ તે ભવિષ્યના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા માટે પણ વધુ સારું રહેશે અને લાંબા સમય સુધી રક્ષણ રહેશે.

ડૉ. અરોરાએ કહ્યું કે, નેકસ્ટ જનરેશન રસી એવી હોવી જોઈએ કે તેમાં લોકોને ભવિષ્યના વાયરસથી બચાવવાની ક્ષમતા હોવી જોઈએ. કેટલાક લોકો સ્ટ્રેન સ્પેસિફિક રસી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક બાયવેલેન્ટ અથવા બે પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને અથવા ચાર પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાંબા ગાળાના ફાયદા થાય. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે."

ડૉ. અરોરાએ ભવિષ્યમાં અપેક્ષિત કોવિડ19 રસીના પ્રકારો સમજાવ્યા. તેમણે કહ્યું, "ભારતીય કંપનીઓ અને એકેડેમીયાએ આ પડકાર સ્વીકાર્યો છે અને આગામી થોડા મહિનામાં તેના વિશે વધુ માહિતી મળશે. મેં કહ્યું તેમ, ભારત હંમેશા રિહર્સલ કરવાનો અને પછી પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. અમે આગામી પેઢીની રસીઓ માટે અત્યંત સાવધાની સાથે કામ કરી રહ્યા છીએ. અન્ય વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ, ભારતીય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પડકારને સ્વીકાર્યો છે. આગામી થોડા મહિનામાં, અમને ચોક્કસપણે પરિણામ મળશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
Embed widget