![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ મોતમાં 46 ટકા માત્ર કેરળમાં ? જાણો આજનો આંકડો
India Corona Update: મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 31,222 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે.
![India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ મોતમાં 46 ટકા માત્ર કેરળમાં ? જાણો આજનો આંકડો India Corona Cases Update: India reports 31,222 new COVID19 cases in the last 24 hours, as per Health Ministry India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ મોતમાં 46 ટકા માત્ર કેરળમાં ? જાણો આજનો આંકડો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/06f8226e1cb0fb76ba1c818e9f630cad_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India Coronavirus Update: ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોના કાબુમાં આવ્યો તેમ લાગે છે. આ પહેલા રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 31,222 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 42,292 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,070 એક્ટિવ કેસ ઘટ્યા છે. રિકવરી રેટ 97થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 19,688 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 135 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 63 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે, જયારે 46 ટકા મોત પણ માત્ર કેરળમાં જ થયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 58 હજાર 843
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 24 હજાર 937
- કુલ એક્ટિવ કેસઃ 9 લાખ 92 હજાર 864
- કુલ મોતઃ 4 લાખ 41 હજાર 042
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,90,62,776 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 1.13 કરોડ લોકોને રસી અપાઈ હતી. ICMRના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 53,31,89,348 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી ગઈકાલે 15,26,056 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
#COVID19 | Of 31,222 new cases and 290 deaths reported in India in the last 24 hours, Kerala recorded 19,688 cases and 135 deaths yesterday.
— ANI (@ANI) September 7, 2021
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)