Gir Somnath Lion Attack : ઉનામાં વાડીએ જતા યુવક પર સિંહણે કરી દીધો હુમલો
Gir Somnath Lion Attack : ઉનામાં વાડીએ જતા યુવક પર સિંહણે કરી દીધો હુમલો
ઉનાના કાજરડી ગામે વાડીએ જતા યુવાન પર સિંહણનો હુમલો. સિંહણના હુમલાથી યુવાનને હાથ અને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવાનને ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગ ધટના સ્થળે પહોંચ્યુ. સિંહો જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં કરી રહ્યા છે વસવાટ.
અન્ય એક સિંહણની વાત કરીએ તો અમરેલીમાં ખાંભાના તાતણીયા ગામના રહેણાંક મકાનમાં સિંહણ પરીવાર સાથે ઘુસી જતા અફડા તફડી મચી. ગામમાં કિશોરભાઈ તળસરીયાના ઘરમાં સિંહણ ઘુસી હતી . રહેણાંક મકાનમાં આવેલ મગફળીના ઢગલા પર સિંહણ બેસી જતા ભયનો માહોલ છવાયો હતો. ગામમાં વનવિભાગ અને ખાંભા પોલીસ પોહચી કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો હતો . માણસો ઉપર હુમલો ન કરે તે માટે ચારે તરફ પોલીસ કર્મચારીઓ અને વનવિભાગના કર્મચારીઓની દોડધામ . ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સિંહણ ગામની દૂર ખસેડી રેવન્યુ વિસ્તારમાં રવાના . ખાંભા પોલીસ અને વનવિભાગની સતર્કતાના કારણે કોઈ જાનહાની નહીં ગ્રામજનોમાં રાહત.

















