શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Corona Update: દેશમાં કોરોના સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 12059 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 8 લાખ 26 હજાર 363 કેસ નોંધાઈ ચુક્યા છે.
![Corona Update: દેશમાં કોરોના સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 12059 નવા કેસ નોંધાયા India Corona Update: Corona transition in the country decreased 12059 new cases were reported in the last 24 hours Corona Update: દેશમાં કોરોના સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 12059 નવા કેસ નોંધાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/07165102/covid-tets.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12059 નવા કેસ સામે આવ્યા હતા અને કુલ 11805 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 78 લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 8 લાખ 26 હજાર 363 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી 1 લાખ 48 હજાર 766 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 1 કરોડ 5 લાખ 22 હજાર 601 કોરોના દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 54 હજાર 996 પર પહોંચ્યો છે.
દેશમાં કોરોના સંક્રમિત કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો આવી રહ્યો છે પરંતુ હજુ પણ દરરોજ કોરોના કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં કોવિડ વેક્સીનેશન અભિયાન પણ ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી કુલ 57 લાખ 75 હજાર 322 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી ચુકી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)