Corona Cases: ફરીથી કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 40,000થી વધારે નવા કેસ, 4000 સંક્રમિતોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
Coronavirus Today: મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે.
કોરોનાના કુલ કેસ
કુલ કેસ: 3,12,16,337
એક્ટિવ કેસ: 4,07,170
કુલ રિકવર: 3,03,90,687
કુલ મોત: 4,18,480
કુલ રસીકરણ: 41,54,72,455
41 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.
India reports 42,015 new #COVID19 cases, 36,977 recoveries, and 3,998 deaths in the last 24 hours, as per the Union Health Ministry. Daily positivity rate at 2.27%, less than 3% for 30 consecutive days. pic.twitter.com/uDhIYgKOUn
— ANI (@ANI) July 21, 2021
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત સાતમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા નંબર પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદમાં 2, જામનગરમાં 2, બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વલસાડ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.