શોધખોળ કરો

India Corona Cases: દેશમાં કોરોનાનો કોહરામ, સતત ત્રીજા દિવસે 3200થી વધારે મોત, એક જ દિવસમાં રેકોર્ડ 3.86 લાખ નવા કેસ નોંધાયા

છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 (COVID 19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત આઠમાં દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત ત્રીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 31 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 (COVID 19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 386,452 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3498 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,97,540 લોકો ઠીક પણ થયા છે.

  • કુલ કેસ   એક કરોડ 87 લાખ 62 હજાર 976
  • કુલ ડિસ્ચાર્જ  એક કરોડ 53 લાખ 84 હજાર 418
  • કુલ એક્ટિવ કેસ   31 લાખ 70 હજાર 228
  • કુલ મોત   2 લાખ 8 હજાર 330
  • કુલ રસીકરણ  15 કરોડ 22 લાખ 45 હજાર 179 ડોઝ આપવામાં આવ્યા.

15 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 22 લાખ 45 હજાર 179ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

દેશમાં છેલ્લા 22 દિવસમાં નોંધાયેલા કેસ

29 એપ્રિલઃ 386,452

28 એપ્રિલઃ 3,60,960

27 એપ્રિલઃ 3,23,144

26 એપ્રિલઃ 3,53,991

25 એપ્રિલઃ 3,49,691

24 એપ્રિલઃ 3,46,786

23 એપ્રિલઃ 3,32,730

22 એપ્રિલઃ 3,14,835

21 એપ્રિલઃ 2,95,041

20 એપ્રિલઃ 2,59,170

19 એપ્રિલઃ 2,73,180

18 એપ્રિલઃ 2,61,500

17 એપ્રિલઃ 2,34,692

16 એપ્રિલઃ 2,17,353

15 એપ્રિલઃ 2,00,739

14 એપ્રિલઃ 1,84,372

13 એપ્રિલઃ 1,61,736

12 એપ્રિલઃ 1,68,912

11 એપ્રિલઃ 1,52,879

10 એપ્રિલઃ 1,45,384

9 એપ્રિલઃ 1,31,968

8 એપ્રિલઃ 1,26,789

7 એપ્રિલઃ 1,15,736

6 એપ્રિલઃ 96,982

5 એપ્રિલઃ 1,03,558  

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.11 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 82 ટકા છે. એક્ટિવ કેસ વધીને 17 ટકા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત બીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Embed widget