શોધખોળ કરો

પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ

India Iran evacuation 2026 ખાડી દેશોમાં તણાવ વધતા ભારત સરકારે એક્શન પ્લાન ઘડ્યો; વિદેશ મંત્રાલયે ઈરાનનો પ્રવાસ ટાળવા સલાહ આપી અને અત્યાર સુધીમાં 3000 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત સ્વદેશ લાવ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીયોની સુરક્ષા માટે વિદેશ મંત્રાલયે 24/7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો.
  • ઈરાનમાંથી 2549 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
  • અખાતના દેશોમાં દરિયાઈ વેપાર અને નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત.
  • દૂતાવાસો દ્વારા 24 કલાક હેલ્પલાઈન દ્વારા સતત મદદ પૂરી.

India Iran evacuation 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં યુદ્ધની પરિસ્થિતિ અને તણાવ સતત વધી રહ્યો છે, જેને પગલે ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક ખાસ 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સોમવારે આ મામલે યોજાયેલી એક બ્રીફિંગમાં અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે, પરંતુ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા અને દરિયાઈ વેપારને નુકસાન ન થાય તે માટે સરકાર સતત કામ કરી રહી છે.

ઈરાનમાંથી 2549 ભારતીયોનું રેસ્ક્યુ, ફ્લાઈટની સ્થિતિમાં સુધારો

MEA ના અધિક સચિવ અસીમ આર મહાજને જણાવ્યું કે, તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જમીન સરહદ મારફતે અત્યાર સુધીમાં 2549 ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક ઈરાનમાંથી બહાર કાઢ્યા છે. ભારત સરકારે હાલ પૂરતી તમામ નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવા અને ત્યાં રહેતા લોકોને તાત્કાલિક દેશ છોડી દેવાની કડક સલાહ આપી છે.

ફ્લાઈટ ઓપરેશન અંગે અપડેટ આપતા તેમણે કહ્યું કે, "યુએઈ (UAE), સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનનું હવાઈ ક્ષેત્ર અત્યારે ખુલ્લું છે અને ભારતીય ફ્લાઈટ્સ ચાલી રહી છે. જ્યારે કતાર, ઈરાક અને ઈરાનનું એરસ્પેસ આંશિક રીતે જ ખુલ્લું છે. ઈઝરાયેલમાં પણ મર્યાદિત ફ્લાઈટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે."

દરિયામાં ભારતીય જહાજો અને નાવિકો સુરક્ષિત

બંદરો અને શિપિંગ મંત્રાલયના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ રાહત આપતા સમાચાર આપ્યા છે કે, છેલ્લા 3 દિવસમાં ભારતીય ધ્વજ વાળા કોઈ પણ વેપારી જહાજ કે ભારતીય નાવિકો પર કોઈ હુમલો કે ઘટના બની નથી. દરિયામાં પણ તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. શિપિંગ વિભાગના કંટ્રોલ રૂમને અત્યાર સુધીમાં લગભગ 8,889 કોલ્સ અને 19,758 ઈમેલ્સ મળ્યા છે.

ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો

વિદેશ મંત્રાલયના સંકલનથી અત્યાર સુધીમાં 3096 થી વધુ ભારતીય નાવિકોને ખાડીના અલગ-અલગ દેશોમાંથી સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા છે. ભારતના બંદરો પર પણ કામગીરી એકદમ નોર્મલ ચાલી રહી છે.

દૂતાવાસોની 24 કલાક હેલ્પલાઈન અને રાજ્ય સરકારો સાથે સંકલન

MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અસીમ મહાજને વધુમાં જણાવ્યું કે, "અમે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયોની સલામતી માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંપર્કમાં છીએ. આ ઉપરાંત, ત્યાં રહેલા ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા 24 કલાક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જે લોકોને સ્થાનિક માર્ગદર્શિકા, ફ્લાઈટની સ્થિતિ અને મુસાફરી વિશે સતત માહિતી અને મદદ પૂરી પાડી રહી છે."

આ તમામ હિલચાલ વચ્ચે ઈરાને યુદ્ધ રોકવા માટે અમેરિકા સમક્ષ આર્થિક નાકાબંધી હટાવવા અને ઈરાનની સંપત્તિ મુક્ત કરવા જેવી શરતો મૂકી છે. હવે આગળ અમેરિકા શું પગલાં લેશે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

Frequently Asked Questions

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શું પગલાં લીધા છે?

ભારત સરકારે ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે 24/7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને ઈરાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

ઈરાનમાંથી કેટલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે?

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જમીન સરહદ મારફતે અત્યાર સુધીમાં 2549 ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક ઈરાનમાંથી બહાર કાઢ્યા છે.

દરિયાઈ વેપાર અને ભારતીય નાવિકોની સુરક્ષાની શું સ્થિતિ છે?

છેલ્લા 3 દિવસમાં ભારતીય ધ્વજ વાળા કોઈ પણ વેપારી જહાજ કે ભારતીય નાવિકો પર કોઈ હુમલો કે ઘટના બની નથી. તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે.

ખાસ પરિસ્થિતિમાં ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા શું મદદ પૂરી પાડવામાં આવી રહી છે?

ત્યાં રહેલા ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા 24 કલાક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જે લોકોને સ્થાનિક માર્ગદર્શિકા, ફ્લાઈટની સ્થિતિ અને મુસાફરી વિશે માહિતી અને મદદ પૂરી પાડી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget