શોધખોળ કરો
Advertisement
લો અર્થ ઓર્બિટ શું હોય છે? જ્યાં ભારતે બતાવી દુનિયાને શક્તિ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામ પર સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતે પૃથ્વીની નીચલી કક્ષામાં એન્ટી સેટેલાઇટ મિસાઇલથી એક સેટેલાઇટ તોડી પાડ્યો છે. આ મિસાઇલને ભારતમાં વિકસિત કરવામાં આવ્યો છે. ભારતના વૈજ્ઞાનિકો તરફથી જે ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે તે પૃથ્વીની નીચલી કક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટમાં કરવામાં આવ્યું હતું. એવામાં અહી લો અર્થ ઓર્બિટ શું છે તેની જાણકારી આપવામાં આવી છે.
ભારતે પૃથ્વીની સપાટીથી 300 કિલોમીટર દૂર એક સજીવ સેટેલાઇટ તોડી પાડ્યો છે. ભારત અંતરિક્ષમાં આ સિદ્ધિ હાંસલ કરનાર અમેરિકા, ચીન અને રશિયા બાદ ચોથો દેશ બની ગયો છે. નોંધનીય છે કે લો અર્થ ઓર્બિટ પૃથ્વીની સપાટીથી 160 કિલોમીટર અને 2000 કિલોમીટર વચ્ચેની ઉંચાઇ પર સ્થિત છે. આ પૃથ્વીની સપાટીથી સૌથી નજીક છે. લો અર્થ ઓર્બિટ બાદ મિડિયન અર્થ ઓર્બિટ, Geosynchronous ઓર્બિટ અને ત્યારબાદ હાઇ અર્થ ઓર્બિટ છે. હાઇ અર્થ ઓર્બિટ પૃથ્વીની સપાટીથી 35,786 કિલોમીટર પર સ્થિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion