શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે ના કર્યા RCEP પર હસ્તાક્ષર, જાણો શુ છે RCEP કરાર
ભારત RCEP એટલે કે ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારીમાં સામેલ નહીં થાય, અને દેશનુ બજાર સસ્તાં વિદેશી સામાનથી નહીં ભરે
બેંગકૉકઃ ભારત સરકાર ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP) કરાર પર હસ્તાક્ષર કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ભારત સરકારે આ મામલે અંતિમ સમયે ઇનકાર કરી દેતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. થાઇલેન્ડમાં આયોજિત પૂર્વી એશિયા શિખર સંમેલનના મંચ પર પીએમ મોદીએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો.
RCEPમાં એવો કરાર છે જેના પર હસ્તાક્ષર કરવાથી ભારત ચીનની ચૂંગાલમાં બરાબરનુ ફસાઇ શકતુ હતુ. પણ મોદી સરકારે ઘરેલુ ઉદ્યોગોના હિતને જોતા આ કરારમાં સામેલ ના થવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP શિખર સંમેલનમાં ભાગ તો લીધો હતો પણ ત્યાં ભારતના હિતો સાથે કોઇ સમજોતા ન હતા કર્યા.
શું RCEP કરાર....
RCEP કરાર 10 આસિયાન દેશો અને 6 અન્ય દેશો એટલે કે ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયાની વચ્ચે એક મુક્ત વ્યાપાર કરાર છે. આ કરારમાં સામેલ 16 દેશો એકબીજાને વ્યાપારમાં ટેક્સ કાપ સહિત તમામ આર્થિક છૂટ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement