(Source: ECI/ABP News/ABP Majha)
India Travel Advisory: યુક્રેનથી ભારત આવતાં મુસાફરો માટે આરોગ્ય મંત્રાલયે બહાર પાડી એડવાઇઝરી
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે યુક્રેનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી છે. જે મુજબ યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોને વિદેશી પ્રવાસીઓને લાગુ પડતા કોવિડ પ્રોટોકોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Health Ministry revises int'l travel advisory; provides various exemptions for Indians being evacuated from Ukraine
Mandatory pre-boarding negative RTPCR test & vaccination certificate exempted for Indians; uploading documents before departure on Air-Suvidha Portal exempted pic.twitter.com/6Xs2diaTh4— ANI (@ANI) February 28, 2022
યુક્રેન દ્વારા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવા માટે આજથી 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવામાં આવશે. જે બાદ તેમને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતમાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ સતત ભારતીયોના બચાવ કાર્યમાં લાગેલી છે. આ બસોને યુક્રેનની શેહીની બોર્ડર પર લગાવવામાં આવી છે.
બધી મદદ મફતમાં
દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આજથી શેહિની બોર્ડર પર 10 બસો દોડાવવામાં આવશે, જેમાંથી ભારતીય લોકોને યુક્રેનમાંથી બહાર કાઢીને પોલેન્ડ લાવવામાં આવશે. 10 બસો દોડાવવાથી શેહિની બોર્ડર પર ભીડ ઓછી કરવામાં પણ મદદ મળશે. સાથે જ કડકડતી ઠંડીથી પણ રક્ષણ મળશે. પોલેન્ડમાં દૂતાવાસ દ્વારા ભારતીયોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.
કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો
ભારતીય દૂતાવાસે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે. જે લોકો યુક્રેન છોડીને બસ દ્વારા પોલેન્ડ બોર્ડર પર આવવા માંગતા હોય તેઓ આ નંબરો પર અગાઉથી ફોન કરીને માહિતી આપી શકે છે.
+48225400000 (લેન્ડલાઇન)
+48795850877 (વોટ્સએપ)
+48792712511 (વોટ્સએપ)
Helping Indians stuck on the Ukraine side move away from crowded Shehyni to other checkpoints. Hoping to welcome them later today to Poland.@MEAIndia @opganga pic.twitter.com/OgX0mrbljS
— India in Poland and Lithuania (@IndiainPoland) February 28, 2022