શોધખોળ કરો

Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

Rain Forecast: બંગાળની ખાડીમાં વાતાવરણીય ફેરફારોને કારણે બનેલી આ સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય હવામાન વિભાગે દેશભરમાં મુસળધાર વરસાદની ગંભીર ચેતવણી આપી.
  • બંગાળની ખાડીમાં સિસ્ટમથી પૂર્વ-ઉત્તર રાજ્યોમાં ભારે વરસાદ.
  • ઓડિશા, બંગાળ તટ પર ભારે પવન; માછીમારોને ચેતવણી.
  • રાજ્ય સરકારો એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરી છે.

Rain Forecast: દેશભરમાં અત્યારે ચોમાસુ જોરદાર એક્ટિવ થઇ ચૂક્યુ છે. દેશમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલનની સ્થિતિ પેદા થઇ છે. આ બધાની વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગે દેશભરમાં મુસળધાર વરસાદની ગંભીર ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સક્રિય ડીપ ડિપ્રેશનના કારણે પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે સ્થાનિક તંત્ર અને માછીમારોને સુરક્ષા કડક કરવા સૂચના આપવામાં આવી છે.

બંગાળની ખાડીમાં વાતાવરણીય ફેરફારોને કારણે બનેલી આ સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમની સીધી અસર હેઠળ પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ભારતના પહાડી અને મેદાની રાજ્યોમાં પણ આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકે 60 થી 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને સ્થિતિ અત્યંત પ્રતિકૂળ રહેવાની ભીતિ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારે રહેલા જહાજોને લંગારી દેવાની તાકીદ કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

હવામાન વિભાગની આ ગંભીર ચેતવણી બાદ સંબંધિત રાજ્ય સરકારો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં પૂરની સ્થિતિ અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની આશંકા હોવાથી નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget