શોધખોળ કરો
Advertisement
એક ભૂલના કારણે ભારત પાસેથી છીનવાઇ ગઇ 2021 મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપ, જાણો કયા દેશને મળી યજમાની
એઆઇબીએએ જણાવ્યુ કે, ભારત 2021માં યોજાનારી મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની યજમાની નહીં કરી શકે, કેમકે ભારત ચેમ્પિયનશીપની હૉસ્ટ ફી ભરવામાં અસફળ રહ્યુ છે
નવી દિલ્હીઃ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની યજમાની હવે ભારત નહીં કરી શકે છે. મંગળવારે ઇન્ટરનેશનલ બૉક્સિંગ એસોસિએશન (એઆઇબીએ)એ એક સ્ટેટમેન્ટ આપીને આ વાતની જાણકારી આપી હતી.
એઆઇબીએએ જણાવ્યુ કે, ભારત 2021માં યોજાનારી મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની યજમાની નહીં કરી શકે, કેમકે ભારત ચેમ્પિયનશીપની હૉસ્ટ ફી ભરવામાં અસફળ રહ્યુ છે. ભારતની એક ભૂલના કારણે ચેમ્પિયનશીપની યજમાની છીનવાઇ ગઇ છે. હવે ભારતના બદલે 2021 મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની સર્બિયા દેશનો સોંપવામાં આવી છે.
એટલું જ નહીં એઆઇબીએએ ભારત પર હૉસ્ટ ફી ના ભરી શકવાના કારણે લગભગ 38 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
મંગળવારે એઆઇબીએએ કહ્યું કે, 2021માં યોજાનારી મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની હવે સર્બિયાને સોંપવામાં આવી છે. ભારતનું નેશનલ ફેડરેશન ઓફ બૉક્સિંગ નક્કી સમય પર હૉસ્ટ ફી નથી ભરી શક્યુ.
એઆઇબીએ અને ભારતે આ ચેમ્પિયનશીપ માટેના એગ્રીમેન્ટને 2017માં સાઇન કર્યુ હતુ. બીજી રીતે કહીએ તો ત્રણ વર્ષ નો સમય મળ્યા છતાં પણ ભારતનુ નેશનલ ફેડરેશન આ ચેમ્પિયનશીપના આયોજનને નક્કી ન હતુ કરી શક્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion