શોધખોળ કરો
Advertisement
વડાપ્રધાન મોદીએ કહ્યું- જો રાફેલ હોત તો પરિણામ અલગ હોત
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ કેટલાક લોકો દ્ધારા પોતાના જ દેશનો વિરોધ કરવાને રાષ્ટ્ર માટે પડકાર ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મોદી વિરોધ કરવાની જીદમાં દેશ હિતનો વિરોધ ના કરો. રાફેલ વિમાન ડીલ પર વિવાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાફેલ પર સ્વાર્થનીતિ અને હવે રાજનીતિને કારણે દેશને ખૂબ નુકસાન થયું છે. રાફેલની ખોટ આજે દેશ અનુભવી રહ્યો છે. આજે દેશ એક સ્વરમાં કહી રહ્યો છે કે જો આપણી પાસે રાફેલ હોત તો આજે પરિણામ કાંઇક અલગ હોત.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મોદી વિરોધમાં ધ્યાન રાખો કે મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકીઓને સહારો ના મળી જાય. દેશમાં આજે એક પડકાર છે કે કેટલાક લોકો દ્ધારા પોતાના જ દેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જ્યારે આખો દેશ સૈન્ય સાથે ઉભો છે ત્યારે કેટલાક લોકો સૈન્ય પર જ શંકા કરી રહ્યા છે.
એક કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે, આ પ્રકારના લોકોને હું કહેવા માંગું છું કે તમને સૈન્યના તાકાત પર શંકા છે કે વિશ્વાસ છે. મોદી વિરોધ કરવો હોય તો જરૂર કરો, અમારી યોજનાઓમાં ખામી કાઢો, તમારું હંમેશા સ્વાગત છે પરંતુ દેશના સુરક્ષા હિતો વિરોધ ના કરો. જ્યાં આખું વિશ્વ આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ભારત સાથે છે ત્યારે દેશના કેટલાક પક્ષો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, 2014થી 2019 સુધી આવશ્યકતાઓને પુરા કરવાનો સમય હતો જ્યારે 2019થી આગળનો સમય આકાંક્ષાઓ પુરા કરવાનો અવસર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement