શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોર્ડર પર તણાવની સ્થિતિ, ભારતે દિવાળીની મીઠાઈ આપી તો પાકિસ્તાને....
પાકિસ્તાનની ISIએ પહેલા પ્રોટોકોલનું સ્વાગત કરતાં મિઢાઈ સ્વીકારી પરંતુ બાદમાં તેને પરત મોકલી દીધી હતી.
નવી દિલ્હીઃ દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાનની વચ્ચે બોર્ડર પર તણાવની સ્થિતિ છે. પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે, જેના જવાબમાં ભારતીય સેનાએ કડક કાર્યવાહી કરી છે. આ ગરમાગરમીની વચ્ચે દર વર્ષની જેમ જ દિવાળી પર સરહદ પર મીઠાઈની આપલે થતી હોય છે, પરંતુ આ વખતે નથી થઈ.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રોટોકોલ પ્રમાણે દર વર્ષે ઇસ્લામાબાદમાં આવેલ ભારતીય હાઈ કમિશન દિવાળી પર મહત્ત્વની ઓફિસોમાં મીઠાઈ મોકલાવે છે. પાકિસ્તાનની ISIએ પહેલા પ્રોટોકોલનું સ્વાગત કરતાં મિઢાઈ સ્વીકારી પરંતુ બાદમાં તેને પરત મોકલી દીધી હતી. નોંધનીય છે કે, ISI પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી છે અને પાકિસ્તાનની સત્તા-રણનીતિમાં તેનો દબદબો છે.
ઇસ્લામાબાદમાં માત્ર ISI કે અન્ય અધિકારી જ નહીં પરંતુ બોર્ડર પર પાકિસ્તાની રેંજર્સે પણ આ વખતે ભારત દ્વારા અપાયેલી મીઠાઇ સ્વીકારી નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી જ બંને દેશોની વચ્ચે સ્થિતિ બરાબર નથી અને પાકિસ્તાન સતત ભારતની વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપવાનું કામ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion