(Source: ECI/ABP News/ABP Majha)
Delta Plus Variant: દેશમાં ‘ડેલ્ટા પ્લસ’ વેરિયન્ટના 40 કેસ નોંધાયા, આ ત્રણ રાજ્યમાં જ આવ્યા મોટાભાગના કેસ
ભારત એવા દેશોમાંથી એક છે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા છે. 80 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરના વાયરસના નવા કેસ ઘટી રહ્યા છે પંરતુ હવે કોરોનાનાં નવાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટે રાજ્ય સરકારનો ચિંતા વધારી દીદી છે. સૂત્રો અનુસાર દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અત્યાર સુધીમાં 40 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુમાંથી મળી આવ્યા છે. જોકે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ મધ્ય પ્રદેશમાં પણ મળી આવ્યા છે.
ડેલ્ટા પ્લસ હાલમાં ચિંતાજનક વેરિયન્ટ
ભારત એવા દેશોમાંથી એક છે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા છે. 80 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યા છે. ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી)એ જાણકારી આપી છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હાલમાં ચિંતાજનક વેરિયન્ટ (વીઓસી) છે, જે ઝડપથી ફેલાય છે, ફેફ્સાની કોશિકાઓના રિસેપ્ટર સાથે મજબૂતીથી ચોંટી જવા અને મોનોક્લોનલ એટીબોડી પ્રતિક્રિયામાં સંભવિત ઘટ જેવી વિશેષતાઓ છે.
ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી) નેશનલ લેબમાં એક ગ્રુપ છે જેની કેન્દ્રીય અને સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે બનાવ્યું છે. આઈએનએસએસીઓજી વાયરસના નવા વેરિયન્ટ અને મહામારીની સાથે તેના સંબંધ વિશે જાણકારી મેળવે છે. મોટેભાગે બન્ને ભારતીય રસી કોવિશીલ્ડ અને કોવેક્સીન ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ અસરકારક છે, પરંતુ તે કેટલી હદ સુધી અને ક્યા ગુણાંકમાં એન્ટીબોડી બનાવે છે તેની જાણકારી ટૂંકમાં જ શેર કરવામાં આવશે.
ક્યા ક્યા દેશમાં છે ડેલ્ટા પ્લસ
કોરોના વાયરસનો ‘ડેલ્ટા પ્લસ’ વેરિયન્ટ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટેન, પુર્તગાલ, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાંથી મળી આવ્યા છે. ભારત ઉપરાંત નવ દેશોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ઓળખ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય સંબંધિત એક એડવાઈઝરી બહાર પાડી છે કે, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળ આ મુદ્દે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.
સૌથી મોટો ખતરો છે ડેલ્ટા વેરિયન્ટઃ ફાઉચી
વ્હાઈટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્થની ફાઉચીએ સાવચેત કર્ય છે કે કોરોના વાયરસનું ખૂબ જ સંક્રામક વેરિયન્ટ ડેલ્ટા મહામારીને રોકવા માટે અમેરિકાના પ્રયત્નો માટે એક મોટો ખતરો છે. ફાઉચીએ કહ્યું કે, અમેરિકામાં સામે આવેલ કોરોના નવા કેસમાંથી 20 ટકાથી વધારે કેસ ડેલ્ટા વેરિયન્ટના છે. તેમણે કહ્યું કે, બે સપ્તાહ પહેલા સુધી નવા કેસમાંથી દસ ટકા આ વેરિયન્ટના આવતા હતા.