શોધખોળ કરો
હૈદરાબાદની NIMSમાં શરૂ થયું ભારતની પ્રથમ કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ, જાણો વિગતે
NIMSના ડાયરેક્ટર ડો.મનોહરે કહ્યું, અમે સ્વસ્થ વ્યક્તિઓની પસંદગી કરીશું.

હૈદરાબાદઃ ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ ભારત બાયોટેક સાથે મળીને ભારતની પ્રથમ કોવિડ-19 વેક્સીન તૈયાર કરી લીધી છે. આ વેકસીનનું નામ કોવેક્સીન (Covsxin) છે. હૈદરાબાદની નિઝામ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સેઝ (NIMS)માં તેનું માનવ પરીક્ષણ શરૂ થઈ ગયું છે.
NIMSના ડાયરેક્ટર ડો.મનોહરે કહ્યું, અમે સ્વસ્થ વ્યક્તિઓની પસંદગી કરીશું. નવી દિલ્હીમાં જાણીતી લેબોરેટરીમાં લોહીના નમૂના મોકલીશું. તેમની લીલી ઝંડી બાદ આગળની પ્રક્રિયા કરીશું. તાજેતરમાં ICMR એ ભારતની પ્રથમ કોરોના વેક્સીન માટે 12 સંસ્થાઓને પત્ર લખ્યો હતો.
પરીક્ષણના પ્રથમ બે તબક્કામાં 1100 લોકો સામેલ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 375 લોકો પર પરીક્ષણ થશે. તેમને 125 લોકોના એક એવા ત્રણ ગ્રુપમાં વિભાજિત કર્યા બાદ ડોઝ આપવામાં આવશે. 14 દિવસ સુધી તેના પર નજર રાખવામાં આવશે. પ્રથમ તબક્કો સંતોષજનક રીતે પૂરો થયા બાદ બાકીના 750 લોકો પર બીજા તબક્કામાં પરીક્ષણ કરાશે.
ICMRએ ક્લીનિક્લ ટ્રાયલ પૂરું થયા બાદ 15 ઓગસ્ટ સુધી કોવિડ-19 સ્વદેશી વેક્સીન લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ માટે દેશભરમાં 12 સંસ્થાઓની પસંદગી કરાઈ છે અને 7 જુલાઈ સુધીમાં ટ્રાયલ શરૂ કરવા કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
