શોધખોળ કરો
Advertisement
LoC પર ફાયરિંગને લઈ ભારતીય સેનાએ પાકિસ્તાન આર્મીને આપી ચેતવણી, કહ્યું- નહીં માનો તો ગંભીર પરિણામ ભોગવવું પડશે
નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત કરવામાં આવેલા ફાયરિંગને લઈ ભારતીય સેનાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં તોપનો ઉપયોગ કરી રહ્યું છે.
ભારતીય સેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ ફાયરિંગ કરીને ભારતીય નાગરિકોને નિશાન ન બનાવે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાની સેનાએ કોઇપણ જાતની ઉશ્કેરણી વગર એલઓસી પર તોપ જેવા હથિયારોથી ભારે ગોળાબારી કરી છે. કૃષ્ણા ઘાટીના કેટલાક વિસ્તારો અને સુંદરબનીમાં ભારતીય ચોકીઓની સાથે અસૈનિક એરિયાને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા મોર્ટાર દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે.
ભારતીય સેનાએ કહ્યું છે કે, અમે વારંવાર કહી રહ્યા છીએ કે એક પ્રોફેશનલ આર્મી હોવાના કારણે નિયંત્રણ રેખા પર રહેતા સામાન્ય નાગરિકોને નુકસાન ન પહોંચાડી શકીએ. ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે. અમે નિયંત્રણ રેખા પર ઇન્ટેલીજન્સ બ્યૂરોની સાથે દેખરેખ રાખી રહ્યા છીએ. અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાન દ્વારા જો કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર નુકસાન પહોંચાડવામાં આવશે તો તેનો આકરો જવાબ મળશે અને ગંભીર પરિણામ ભોગવવું પડશે.
ઈન્દોર સતત ત્રીજી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર, ટોપ-10માં ગુજરાતના બે શહેરોનો સમાવેશ, જાણો વિગત
હોમ ટાઉન રાંચીમાં ધોનીનું કરાયું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો
LOC પર સવારથી જ પાકિસ્તાન તરફથી થઈ રહ્યું છે ફાયરિંગ, લોકોએ કેવી રીતે બચાવ્યો જીવ ? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion