શોધખોળ કરો

Welcome Olympic Champions: ઓલિમ્પિક વિજેતાઓનું દિલ્હી એરપોર્ટ પર શાનદાર સ્વાગત

ટોક્યો ઓલિમ્પિક 2020ના  વિજેતા નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચી છે.

ટોક્યો ઓલિમ્પિક 2020ના  વિજેતા નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચી છે. એરપોર્ટ પર ખેલાડીઓના ભવ્ય સ્વાગતની તૈયારીઓ   કરવામાં આવી છે. ગોલ્ડન બોય નીરજ ચોપરા સાથે સેલ્ફી લેવા માટે ફેન્સ પહોંચ્યા છે.   ઢોલ-નગારા સાથે  તમામ ખેલાડીઓનું  સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

ગોલ્ડન બોય નીરજ ચોપરાના સ્વાગત માટે ખૂબ જ મોટી સંખ્યામાં ફેન્સ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓના આરટીપીસઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. બાદમાં ભારત સરકાર તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ખેલાડીનું સ્વાગત કરવામાં આવશે.

નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ,  મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ 57 કિલો વેઇટમાં રેસલિંગની ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો છે. વળી ભારતીય પુરુષ હોકી ટીમ, રેસલિંગની ફ્રી સ્ટાઇલના 65 કિલો વેઇટમાં બજરંગ પૂનિયા, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં લવલિના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ

  • નીરજ ચોપરા- ગોલ્ડ (ભાલા ફેંક)
  • રવિ દહિયા- સિલ્વર (રેસલિંગ)
  • મીરાબાઈ ચાનૂ- સિલ્વર (વેઇટલિફ્ટિંગ)
  • પીવી સિંધુ- બ્રોન્ઝ (બેડમિન્ટન)
  • લવલીના બોરગોહેન- બ્રોન્ઝ (બોક્સિંગ)
  • બજરંગ પૂનિયા- બ્રોન્ઝ (રેસલિંગ)
  • પુરુષ હોકી ટીમ - બ્રોન્ઝ    

ખેલાડીઓને ખેલ મંત્રાલય તરફથી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવશે. મંત્રાલય તરફથી અશોકા હોટલમાં સાંજે 6 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ કહ્યું હતું કે, મારે મારુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હતું. પરંતુ મે ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર્યું નહોતું. હુ મારો ગોલ્ડ મેડલ મિલ્ખા સિંહને અર્પણ કરું છું. નોંધનીય છે કે ભારતે ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ વર્ષ 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘નીરજ ચોપરાની અભૂતપૂર્વ જીત! તમારો સોનેરી ભાલો તમામ વિઘ્નોને તોડીને ઇતિહાસ રચે છે. તમે તમારા પ્રથમ ઓલમ્પિકમાં ભારતને પહેલીવાર ટ્રેક અને ફીલ્ડ પદક અપાવો છો. તમારો કરતબ આપણા યુવાનોને પ્રેરણા આપશે. ભારત ઉત્સાહિત છે! હાર્દિક શુભેચ્છા!’ 

ટોપ સ્ટોરી

Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?

Embed widget