શોધખોળ કરો
Advertisement
ચીનને વધુ એક ઝટકો, હવે આ મોબાઈલ એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ
ભારતે ટિકટોક સહિત ચીનની 59 એપ્સને ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે અન્ય કેટલીક એપ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હી: ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેનશ ટેકનોલોજી મંત્રાલયે અનેક મોબાઈલ એપ્સ્ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાંથી મોટાભાગીની ચાઈનઝ મૂળની છે. આ પહેલા ભારતે ટિકટોક સહિત ચીનની 59 એપ્સને ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો હતો.
જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. તેમાં હેલો લાઈટ, શેરઈટ લાઈટ, બિગ લાઈટ અને વીએફવાઈ લાઈટ સામેલ છે. આ તમામ એપ્સને ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પરથી હટાવી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ચીન સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જેના બાદ સરકારે ગત મહિને ટિકટોક સહિત 59 મોબાઈ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એપ્સ પર પ્રતિબંધ લગાવતા સરકારે કહ્યું હતું કે, દેશની સંપ્રભુતા, અખંડિતા અને સુરક્ષા સૌથી પહેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion