ભારતીય નૌસેનાએ કર્મચારીઓને 'દંડ' સાથે લઈ જવાની પ્રથા તાત્કાલિક અસરથી સમાપ્ત કરી
ભારતીય નૌસેનાએ તેમના તમામ કર્મચારીઓ દ્વારા 'દંડ'(Baton) લઈ જવાની પ્રથાને તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી છે.
Indian Navy ends colonial legacy: ભારતીય નૌસેનાએ તેમના તમામ કર્મચારીઓ દ્વારા 'દંડ'(Baton) લઈ જવાની પ્રથાને તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી છે. સરકારના નિર્દેશ પર લેવામાં આવેલા આ નિર્ણય વિશે જાણકારી આપતી ભારતીય નૌસેનાના પ્રવક્તાએ કહ્યું કે અમૃત કાળમાં બદલાયેલી નૌસેનામાં ગુલામીના સમયથી ચાલી આવતી પ્રથાને કોઈ સ્થાન નથી.
નેવીએ બદલાવ અંગે કારણ જણાવ્યું
નૌસેનાએ બદલાવ વિશે જાણકારી આપતા કહ્યું, સમય પસાર થવાની સાથે નૌસેના કર્મીઓ દ્વારા 'દંડ'(Baton) લઈ જવો એક આદર્શ બની ગયું હતું. 'દંડ'(Baton)એક વારસો હતો જેને અમૃતકાળની પરિવર્તિત સેનામાં કોઈ સ્થાન નથી. પ્રોવોસ્ટ સહિત તમામ કર્મીઓ દ્વારા 'દંડ' લઈ જવાનું તાત્કાલિક પ્રભાવથી બંધ કરવામાં આવે છે.
Indian Navy ends ‘colonial legacy’ of carrying batons with immediate effect
— ANI Digital (@ani_digital) July 29, 2023
Read @ANI Story | https://t.co/FuycG29iQr#IndianNavy #Baton #PMModi pic.twitter.com/nGxbT95HPa
હવે નેવીએ દરેક એકમના સંગઠનના વડાની ઓફિસમાં ઔપચારિક દંડ મૂકવાનો નિર્ણય કર્યો છે. માત્ર ચેન્જ ઓફ કમાન્ડના ભાગ રૂપે ઓફિસમાં દંડ સોંપવાની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ દળોને તેમની વસાહતી પ્રથાઓ છોડવા કહ્યું હતું કારણ કે દેશ 75 વર્ષથી વધુ સમયથી સ્વતંત્ર રહીને અમૃત કાળમાં પ્રવેશ્યો હતો.
ભારતીય નૌસેનાનો ધ્વજ પણ બદલવામાં આવ્યો હતો. પહેલાથી અસ્તિત્વમાં રહેલા ક્રોસને દૂર કરવામાં આવ્યો છે, જે બ્રિટિશ યુગનું પ્રતીક હતું. ક્રોસને હટાવ્યા પછી ભારતીય નૌકાદળના ક્રેસ્ટને નિશાનમાં સામેલ કરવામાં આવ્યું છે, જે એન્કરનું પ્રતીક છે. કોઈ પણ દેશની નેવીનો એક ઝંડો હોય છે. જે નૌકાદળના યુદ્ધજહાજો, ગ્રાઉન્ડ સ્ટેશનો અને તેના એરપોર્ટ સહિતના તમામ નૌકાદળના સ્થાપનોની ઉપર ફરકાવવામાં આવે છે.
નૌસેનામાં ધ્વજમાં આ ફેરફારથી એક સંદેશ સ્પષ્ટ હતો કે આપણે ગુલામીના પ્રતીકને હટાવવાનું છે. જેમ કે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું હતું. પહેલાનો ધ્વજ પરનો ક્રોસ બ્રિટનના રાષ્ટ્રીય ધ્વજને મળતો હતો. સફેદ પરનો લાલ ક્રોસ સેન્ટ જ્યોર્જ ક્રોસ તરીકે ઓળખાય છે. સેન્ટ જ્યોર્જ ક્રોસનું નામ એક ખ્રિસ્તી સંતના નામ પરથી રાખવામાં આવ્યું છે જેઓ ત્રીજા ધર્મયુદ્ધના યોદ્ધા હોવાનું માનવામાં આવે છે. ઈંગ્લેન્ડના રાષ્ટ્રીય ધ્વજ પર પણ આ સેન્ટ જ્યોર્જ ક્રોસનું નિશાન છે.