શોધખોળ કરો
Coronavirus: રેલવેએ 15 એપ્રિલ બાદ ટ્રેન શરૂ કરવાના રિપોર્ટને લઈ શું કહ્યું ? જાણો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 કેસોમાં 591 કેસનો વધારો થયો છે. કોરોના વાાયરસના કારણે 20 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી: ભારતીય રેલવેએ એ તમામ મીડિયા અહેવાલોનું ખંડન કર્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે 15 એપ્રિલ બાદ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. રેલવે તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે મંત્રાલયે અત્યાર સુધીમાં આ સંબંધમાં કોઈ પ્રોટોકોલ જાહેર નથી કર્યું. રેલ મંત્રાલયે કહ્યું 15 એપ્રિલથી ટ્રેન શરૂ કરવાની કોઈ યોજના જાહેર નથી કરી. રેલવે તરફથી જાણકારી આપવામાં આવી કે આ સંબંધમાં બાદમાં નિર્ણય લેવામાં આવશે. રેલવે તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ અહેવાલ ખોટો છે. ભારતીય રેલવે તરફથી પેસેન્જર અથવા મેલ કોઈપણ ટ્રેન શરૂ કરવાને લઈને કોઈપણ પ્રકારના પ્રોટોકોલ જાહેર નથી કરવામાં આવ્યા. કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 કેસોમાં 591 કેસનો વધારો થયો છે. કોરોના વાાયરસના કારણે 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 5,865 કેસ નોંધાયા છે, જેમાં 5,218 સક્રિય કેસ છે, 478 સ્વસ્થ થયા છે અને 169 લોકો મૃત્યુ પામ્યા છે.
વધુ વાંચો





















