શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લૉકડાઉન વચ્ચે 200 ટ્રેનો માટે ઑનલાઈન બુકિંગ શરૂ, જુઓ ટ્રેનોનું લિસ્ટ
રેલવે દ્વારા એક જૂનથી 200 નોન એસી ટ્રેનો શરૂ કરવામાં આવશે.જેનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે જારી લોકડાઉનમાં રેલવેએ મોટો નિર્ણય લીધો છે. એક જૂનથી રેલવે સેવા ફરી શરૂ થવાની છે. જેના માટે રેલવેએ 200 પેસેન્જર્સ ટ્રેનોની ઓનલાઈન બુકિંગ આજ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. રેલવેએ 200 ટ્રેનની યાદી પણ જાહેર કરી દીધી છે.
IRCTCની વેબસાઈટ પર મુસાફરો ટિકિટ બુક કરાવી શકે છે. આ ટ્રેન સેવામાં જન શતાબ્દી ટ્રેનો, સંપર્ક ક્રાંતિ, દુરંતો એક્સપ્રેસ અને અન્ય નિયમિત પેસેન્જર ટ્રેન સામેલ છે. આ ટ્રેનોમાં અનરિઝર્વ કોચ રહેશે નહીં.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘રેલવે દ્વારા એક જૂનથી 200 નોન એસી ટ્રેનોની શરૂ કરવામાં આવશે. જે સમય સારણી પ્રમાણે દોડશે. યાત્રીઓ આ ટ્રેનો માટે માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ સેવાઓ શરૂ થવાથી નાગરિકોને મોટી રાહત મળશે. ’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion