Indian Railways : વરિષ્ઠ નાગરિકોને શાનદાર ગિફ્ટ આપશે રેલવે!!! રેલવે મંત્રીએ કરી જાહેરાત
તાજેતરમાં જ સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્કમ ટેક્ષથી માંડીને ખેડૂતોને લાભ આપતી જાહેરાત કરવામાં આવી હતી.
Indian Railways Senior Citizen Concession: તાજેતરમાં જ સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્કમ ટેક્ષથી માંડીને ખેડૂતોને લાભ આપતી જાહેરાત કરવામાં આવી હતી. હવે ભારતીય રેલવેએ પણ વરિષ્ઠ નાગરિકોને લઈને મહત્વનો નિર્ણયલેવા જઈ રહી છે. વરિષ્ઠ નાગરિકોને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે. રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થઈ શકે છે.
કોરોના મહામારી દરમિયાન નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો સહિત ત્રણ શ્રેણીઓ સિવાય તમામ માટે ભાડામાં રાહત આપવાની બંધ કરી દીધી હતી. રોગચાળા પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 50 ટકા મુક્તિ મળતી હતી. હવે કોવિડ-19નો ખતરો ઓછો થયા બાદ અને દેશમાં અન્ય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સામાન્ય હોવા છતાં પણ આ રાહત વરિષ્ઠ નાગરિકોને પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે...
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, રેલ્વે ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટને પુનઃસ્થાપિત કરી શકે છે. તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેએ 2019-20માં પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી જે મુસાફરી કરતા વ્યક્તિ દીઠ લગભગ 53 ટકાની સરેરાશ છૂટ છે.
રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, તે હવે ફરી એકવાર વરિષ્ઠ નાગરિકોના ભાડામાં રાહત આપવાની યોજના બનાવી રહ્યું છે. જોકે રેલવે હજુ પણ આ બાબતે વિચાર કરી રહી છે પરંતુ તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરી શકે છે. હાલ સ્ટેન્ડિંગ કમિટી તેના પર વિચાર કરી રહી છે. વરિષ્ઠ નાગરિકોને ઓછામાં ઓછા સ્લીપર અને 3 એસી કન્સેશનની સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવે છે.
જ્યારે સંસદીય પેનલે એવી પણ ભલામણ કરી છે કે, વરિષ્ઠ નાગરિકોને રેલવે ટિકિટ પરની મુક્તિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. બીજી તરફ, રેલવેએ અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ બુક કરવા માટે એક ખાસ એપ લોન્ચ કરી છે. હવે મુસાફરોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ટિકિટ કાઉન્ટરોની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત મુસાફરોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. પરંતુ હવે ટુંક સમયમાં જ આ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે.