શોધખોળ કરો

Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ

Indian Student Death:ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ અમેરિકાના કેલિફોર્નિયામાં મળી આવ્યો છે. ભારતીય કોન્સ્યુલેટે આ મામલે પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

Indian Student Death:9 ફેબ્રુઆરીથી અમેરિકામાં ગુમ થયેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટે રવિવારે આ વાતની પુષ્ટિ કરી છે. સાકેત શ્રીનિવાસૈયા કર્ણાટકના ટુમકુર જિલ્લાનો રહેવાસી હતો અને કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યો હતો. તેને છેલ્લે કેલિફોર્નિયામાં ટિલ્ડેન રિજનલ પાર્ક નજીક એક તળાવ પાસે જોવા મળ્યો હતો.

ભારતીય કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે સાકેતના મૃતદેહ મળ્યાંની  પુષ્ટિ કરી છે. દૂતાવાસે તેના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઉભા છે. દૂતાવાસે એમ પણ કહ્યું હતું કે તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે અને મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયામાં તમામ શક્ય સહાય પૂરી પાડશે. કોન્સ્યુલર અધિકારીઓ પરિવાર સાથે સંપર્કમાં છે અને જરૂરી ઔપચારિકતાઓમાં મદદ કરી રહ્યા છે.

પરિવારે મદદ માંગી

સાકેતના પિતાએ જણાવ્યું કે, તેમણે છેલ્લે 9 ફેબ્રુઆરીએ તેમના પુત્ર સાથે વાત કરી હતી. તેમનો પુત્ર ગુમ થયા પછી, પરિવારે તેના મિત્રો અને રૂમમેટનો સંપર્ક કર્યો. જ્યારે કોઈ માહિતી મળી નહીં, ત્યારે બર્કલે પોલીસ વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. 13 ફેબ્રુઆરીએ, સાકેતના માતા-પિતાએ પણ કર્ણાટક સરકાર પાસે મદદ માંગી. કર્ણાટક સરકારે વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અને શક્ય તમામ સહાય પૂરી પાડવા વિનંતી કરી.

સાકેતની શૈક્ષણિક લાયકાત

સાકેત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો. આ પહેલા, તેમણે IIT મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી હતી.

અમેરિકાના કેલિફોર્નિયાનો 22 વર્ષીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા છ દિવસથી ગુમ હતો. તેના પરિવારે તેને શોધવા માટે સરકારને અપીલ કરી હતી. છ દિવસની શોધખોળ બાદ આજે સાકેતનો મૃતદેહ મળી આવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. કોન્સ્યુલેટે પરિવારને તેના સમર્થનની ખાતરી આપી છે. તેના મૃતદેહને ભારત પરત લાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાકેત છેલ્લે 9 ફેબ્રુઆરીએ યુનિવર્સિટી કેમ્પસથી લગભગ એક કિલોમીટર દૂર જોવા મળ્યો હતો. ત્યારથી તે ગુમ હતો. તેના ગુમ થયા પછી તરત જ મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, પાર્ક પાસે સાકેતની એક બેગ મળી હતી જેમાં  પાસપોર્ટ પણ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Embed widget