'ધાર્મિક વિધિ પૂર્ણ કરી ઓફિસ પરત ફરો', પિતાના નિધન બાદ વર્ક ફ્રોમ હોમ કરવાની ભારતીય આઇટી કર્મચારીની વિનંતી ફગાવાઇ
તેણે રેડિટ પર લખ્યું હતું કે "મારા પિતાના નિધનના કારણે વર્ક ફ્રોમ હોમ કરવાની મારી વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો

એક ભારતીય આઇટી પ્રોફેશનલે દાવો કર્યો હતો કે તે તેના પિતાના નિધન બાદ દુઃખ અને કાર્યસ્થળ પર ઉદાસીનતાનો સામનો કરી રહ્યો છે. રેડિટ પર એક પોસ્ટમાં આ આઇટી પ્રોફેશનલે આરોપ લગાવ્યો હતો કે તેની વર્ક ફ્રોમ હોમ કરવાની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી અને ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી તેને ‘ઓફિસ પર પાછા ફરવાનું’ કહેવામા આવ્યું હતું
તેણે રેડિટ પર લખ્યું હતું કે "મારા પિતાના નિધનના કારણે વર્ક ફ્રોમ હોમ કરવાની મારી વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. તેણે આગળ લખ્યું કે "મારા પિતાનું એક અઠવાડિયા પહેલા અવસાન થયું હતું. મેં 5 દિવસની રજા લીધી અને એક અઠવાડિયા સુધી ઘરેથી કામ કર્યું હતું કારણ કે મારા પિતા અગાઉ હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં ધાર્મિક વિધિઓ કરી રહ્યો છું."
તેણે જણાવ્યું કે તે એક સર્વિસ આધારિત આઇટી કંપનીના કર્મચારીના રૂપમાં એક ક્લાયન્ટ સાથે કામ કરે છે. પછી તેણે દાવો કર્યો કે ક્લાયન્ટના મેનેજરે વર્ક ફ્રોમ હોમ કરવાની તેની વિનંતીને નકારી કાઢી. "મેં ક્લાયન્ટ મેનેજર પાસે વધુ 1 મહિનાની વર્ક ફ્રોમ હોમની મંજૂરી માંગી હતી કારણ કે મારી મમ્મી વતનમાં એકલી છે. તેણે ફક્ત એટલું જ કહ્યું કે ' ધાર્મિક વિધિઓ પૂર્ણ કરો અને કૃપા કરીને આગળ વધવાની યોજના બનાવો'. મતલબ, 'ઓફિસ પાછા આવો'. મેં ફોન કર્યો પરંતુ તેણે કોઇ જવાબ આપ્યો નહીં. તે વ્યક્તિની આગળ મારા પોતાના મેનેજર પણ કોઇ મદદ કરી શક્યા નહીં. અંતમાં તેણે રેડિટ પાસેથી આ પરિસ્થિતિ દરમિયાન શું કરવું તે અંગે સલાહ માંગી હતી.
સોશિયલ મીડિયાએ શું કહ્યું?
એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું હતું કે “જેટલા દિવસની રજા જોઇએ છે લઈ લે, જો કોઇ કારણોસર તે તને નોકરીમાંથી કાઢી મુકે છે, ટર્મિનેટ કરે છે અથવા જે પણ કરે. અમે (મોડ ટીમ) મદદ કરવા માટે અહીં છીએ. હું વ્યક્તિગત રીતે ખાતરી કરીશ કે તમારા રિઝ્યુમને સબરેડિટ પર જોઈતી દૃશ્યતા પ્રાપ્ત થાય અને અમારા ડિસ્કોર્ડ સર્વર લિંક અને મારા HR પ્રોફેશનલ્સના નેટવર્કને ખાતરી કરવા માટે કે તમે નોકરી પર રહો અને પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. હું OP ને મદદ કરવા માટે અહીં છું. ભારતમાં કોઈ શોક સંકટ સાથે સંબંધિત કોઇ કાયદો નથી, તે શરમજનક છે, જ્યારે આપણી મોટાભાગની સંસ્કૃતિઓમાં મૃત્યુને લગતી વિસ્તૃત ધાર્મિક વિધિઓ છે. બધી કંપનીઓમાં દયાળુ હૃદયવાળી વ્યક્તિઓ હોવાની અપેક્ષા રાખી શકાતી નથી.
બીજાએ ઉમેર્યું હતું કે, “આ અમાનવીય છે. તમારા નુકસાન માટે દુઃખ છે. મારી છટણી દરમિયાન અમારી કંપનીના વડાએ મોકલેલા ઇમેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હું ઘણી બધી રજાઓ લઈ રહ્યો છું. મેં છેલ્લી રજા ફેબ્રુઆરીમાં લીધી હતી જ્યારે હું માતાપિતાને મળવા આવ્યો હતો. ત્રીજાએ કોમેન્ટ કરી હતી કે “તમારી મમ્મીને હવે તમારી જરૂર છે, આ કોર્પોરેટ બેશર્મોથી દૂર રહો. હું નથી ઇચ્છતો કે કોઈ પણ માણસ આવા નિર્ણયમાંથી પસાર થાય





















