શોધખોળ કરો

indigo Crisis: ઇન્ડિગો કંપનીએ આપ્યાં અપડેટ્સ,1650 ફ્લાઇટ્સનું લક્ષ્ય, 137 ફ્લાઇટ્સ કાર્યરત

indigo Crisis:ઇન્ડિગોએ દાવો કર્યો છે કે, તેણે તેના 95% રૂટ પર ફ્લાઇટ કામગીરી સામાન્ય કરી દીધી છે. કંપનીએ એમ પણ કહ્યું કે, જાહેર વિશ્વાસ પાછો મેળવવામાં ઘણો સમય લાગ

indigo Crisis:છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ઇન્ડિગો એરલાઇન કટોકટી રવિવાર (7 ડિસેમ્બર, 2025) ના રોજ ધીમે ધીમે સામાન્ય થઈ રહી હોય તેવું લાગે છે. ઘણા સ્થળોએ ફ્લાઇટ કામગીરી સામાન્ય થઈ રહી છે, જેના કારણે કેટલાક એરપોર્ટ પર ભીડ ઓછી થઈ છે. ઇન્ડિગોએ તેના 95% રૂટ પર ફ્લાઇટ કામગીરી સામાન્ય કરવાનો દાવો કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે તેના 138 સ્થળોમાંથી 137 સ્થળોએ ફ્લાઇટ્સ કાર્યરત છે, પરંતુ લોકોનો વિશ્વાસ પાછો મેળવવામાં સમય લાગશે.

1. રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર અગાઉના દિવસો કરતાં ઓછી ભીડ હતી, જોકે જમ્મુ, અમૃતસર, અમદાવાદ, ગુવાહાટી, નાગપુર અને ઐઝોલથી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર આઠ અને ચેન્નાઈ એરપોર્ટ પર 40 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

2. ઇન્ડિગો રવિવાર રાત સુધીમાં ફ્લાઇટ્સ સામાન્ય બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં 1,65૦ થી વધુ ફ્લાઇટ્સ કાર્યરત છે. એક દિવસ પહેલા, લક્ષ્ય 1,5૦૦ ફ્લાઇટ્સનું હતું. ગયા અઠવાડિયાના સંકટ પહેલા, ઇન્ડિગો, જે દરરોજ આશરે 2,૩૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી, તેણે કહ્યું હતું કે, "અમે હાલ 138 સ્થળોમાંથી 137 સ્થળોએ ફ્લાઇટ્સ ચલાવવામાં સક્ષમ છીએ."

3. શનિવારે (6 ડિસેમ્બર, 2025), ઇન્ડિગોએ 113 સ્થળોને જોડતી 7૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે, આ નેટવર્ક, સિસ્ટમ્સ અને રોસ્ટરના પુનઃ સક્રિયકરણને કારણે હત, જેથી આજે ફ્લાઇટ્સની સંખ્યા વધુ અને સ્થિરતામાં સુધારો સાથે કામગીરી ફરી શરૂ થઈ શકે.

4. આ આંકડામાં ગયા અઠવાડિયે હજારો ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી કારણ કે ઇન્ડિગોએ નવી ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) હેઠળ જરૂરી પાઇલટ્સની સંખ્યાની ખોટી ગણતરી કરી હતી.

5. ઉડ્ડયન નિયમનકારેકટોકટીનો સામનો કરવા માટે નિયમો હળવા કર્યા છે, પરંતુ સરકારે ઇન્ડિગો પર ગંભીર ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે, જેના કારણે મુસાફરોમાં અરાજકતા અને ગભરાટ ફેલાયો છે. ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું છે કે, કાર્યવાહી કરવામાં આવશે. ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે ઉડ્ડયન નિયમનકારે એરલાઇનને કારણદર્શક નોટિસ જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે એરલાઇનને 24 કલાકની અંદર નોટિસનો જવાબ આપવો પડશે.

6. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, ઇન્ડિગોએ રવિવાર (7 ડિસેમ્બર) રાત્રે 8વાગ્યા સુધીમાં તમામ રિફંડની પ્રક્રિયા કરવી પડશે અને આગામી 48 કલાકમાં બેગેજ ક્લેમ રિકવેસ્ટનો પણ ઉકેલ લાવવો પડશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે, કોઈપણ પ્રકારનો વિલંબ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.

7. 7 ડિસેમ્બરની સવારે એરલાઇન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, ઇન્ડિગોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કટોકટીના પહેલા દિવસે લેઇટ અને ફ્લાઇટ રદ થવાની જાણ કરવામાં આવી હતી, જેના પગલે ચેરમેન વિક્રમ મહેતા, સીઈઓ પીટર એલ્બર્સ અને અન્ય બોર્ડ ડિરેક્ટર્સનો સમાવેશ કરતું એક ઇમર્જન્સી મેનેજમેન્ટ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું.

8. એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોના ગુસ્સાને શાંત કરવા માટે ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડ્યું હતું. ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડિરેક્ટર બોર્ડ મુસાફરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ રહ્યું છે અને રદ થયેલી ફ્લાઇટ્સ પર રિફંડ સુનિશ્ચિત કરી રહ્યું છે.

9. ફસાયેલા મુસાફરોના તીવ્ર રોષને શાંત કરવાનો પ્રયાસ કરતા, ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડિરેક્ટર બોર્ડ ગ્રાહકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ધ્યાનમાં લઈ રહ્યું છે અને કેન્સલ થયેલી ફ્લાઇટનું રિફંડ આપવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

10. ઇન્ડિગો કટોકટી અંગે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર એકાધિકાર મોડેલને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને રાજકીય યુદ્ધમાં ફેરવવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે, સરકાર ઉડ્ડયન ક્ષેત્રમાં સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Advertisement

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget