શોધખોળ કરો

IndiGo Flight Diverted: સ્પાઈસજેટ અને કતાર એરવેઝ બાદ ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી, મુંબઈ ડાયવર્ટ કરાઈ, એક દિવસમાં ત્રીજી ઘટના

કન્નુરથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને શુક્રવારે (2 ડિસેમ્બર) મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એક જ દિવસમાં ટેક્નિકલ ખામીનો આ ત્રીજો કિસ્સો છે.

Indigo Flight Diverted: કન્નુરથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને શુક્રવારે (2 ડિસેમ્બર) મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એક જ દિવસમાં ટેક્નિકલ ખામીનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા સ્પાઈસ જેટ અને કતાર એરવેઝની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીની ઘટના શુક્રવારે પણ જોવા મળી હતી. ટેક્નિકલ ખામીને કારણે ઈન્ડિગો ફ્લાઈટને મુંબઈમાં અધવચ્ચે લેન્ડ કરવામાં આવી હતી. એરલાઈને કહ્યું કે, સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ નંબર 6E-1715ને મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

એરક્રાફ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓપરેટિંગ ક્રૂએ ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા ધ્યાનમાં લીધી હતી, જેના પછી ફ્લાઈટને મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે." DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હાઇડ્રોલિક લીકને કારણે એરક્રાફ્ટને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

સ્પાઈસ જેટ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

આ પહેલા શુક્રવારે જ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીની ઘટના પણ સામે આવી હતી, જેના કારણે ફ્લાઈટનું કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં 197 મુસાફરો હતા. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી કોઝિકોડ જઈ રહી હતી. ફ્લાઇટની હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે, તેને કોચી એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. જોકે, વિમાનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

કતાર એરવેઝનું પ્લેન પણ રનવે પરથી પરત ફર્યું હતું

આ સાથે, 139 મુસાફરોને લઈને ચેન્નાઈથી દોહા જઈ રહેલી કતાર એરવેઝની ફ્લાઈટમાં શુક્રવારે વહેલી સવારે ટેક-ઓફની તૈયારી દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ વિમાન રનવે પરથી પાછું ફર્યું હતું. એરપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર કતાર એરવેઝનું પ્લેન રનવે પર ઉડવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે સમસ્યાની જાણ થઈ અને પાઈલટોએ પરત ફરવાની પરવાનગી માંગી. 139 મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને શહેરની હોટલોમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે

છેલ્લા કેટલાક સમયથી હવાઈ મુસાફરી દરમિયાન અનેક વખત ગરબડના અહેવાલો આવ્યા છે. સ્પાઈસ જેટ, વિસ્તારા, ઈન્ડિગો અને ગો એર એવી ફ્લાઈટ્સ છે જેમાં લોકો વારંવાર મુસાફરી કરે છે. આ ફ્લાઈટ્સમાંથી આવા કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે. આ ભૂલોને કારણે કાં તો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે અથવા તો ફ્લાઇટને રોકી દેવામાં આવે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આવા કેસોની સમયસર સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget