શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહાર: ડેંગ્યૂ પીડિતોને મળવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર શાહી ફેંકવામાં આવી
બિહારના પટનામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર શાહી ફેંકવામાં આવી છે. અશ્વિની ચૌબે પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડેંગ્યુ પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા.
પટના: બિહારના પટનામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર શાહી ફેંકવામાં આવી છે. અશ્વિની ચૌબે પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડેંગ્યુ પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે એક વિદ્યાર્થીએ અમુક માંગણીઓ માટે અશ્વિની ચૌબે પર શહી ફેંકી હતી. શાહી ફેંક્યા પછી વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે મંગળવારે ડેંગ્યુના દર્દીઓને જોવા અને વોર્ડનું નિરીક્ષણ કરવા PMCH પહોંચ્યા હતા. અશ્વિની ચૌબે વોર્ડનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ તેમના પર શાહી ફેંકવામાં આવી હતી. ચૌબે પર શાહી ફેંક્યા પછી આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. જોકે તેને ભાગવામાં સફળતા મળી નહતી અને સુરક્ષા કર્મીઓએ તેને પકડી લીધો હતો. અશ્વિની ચૌબેએ આ ઘટના પર નિવેદન આપતા કહ્યું, આ એ લોકો જ છે જેઓ ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલા હોય છે. પટનામાં પાણી ભરાઇ જવાથી શહેરમાં રોગચાળો ફેલાઇ રહ્યો છે. રવિવાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 177 દર્દીઓની ઓળખ થઈ હતી. તે જ સમયે, ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા છે.#WATCH Bihar: A man threw ink on Union Minister of State for Health & Family Welfare Ashwini Choubey while he was visiting dengue patients at Patna Medical College & Hospital. The man managed to escape. Minister says "Ink thrown on public, democracy and the pillar of democracy." pic.twitter.com/gVxsfdLz8d
— ANI (@ANI) October 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
આરોગ્ય
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion