શોધખોળ કરો
Advertisement
રામમંદિર શિલાન્યાસના મોદીના કાર્યક્રમમાં ગુજરાતના 5 જ સંતને નિમંત્રણ, જાણો કોણ કોણ 5 ઓગસ્ટે જશે અયોધ્યા ?
ગુજરાતમાંથી અન્ય ધાર્મિક અગ્રણીઓને પણ નિમંત્રણ મળી શકે છે પણ હાલના તબક્કે આ 5 ધાર્મિક અગ્રણીઓને જ નિમંત્રણ અપાયું છે.
અમદાવાદઃ અયોધ્યામાં 5 ઓગસ્ટે નરેન્દ્ર મોદીના હસ્તે રામંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજર રહેલા માટે ગુજરાતમાંથી 5 જ ધાર્મિક અગ્રણીઓને નિમંત્રણ અપાયું છે.
આ અગ્રણીઓમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અને સત કેવલ સંપ્રદાય સારસાના ગાદીપતિ અવિચલદાસ મહારાજ, હિન્દુ આચાર્ય સભાના વડા સ્વામી પરમાનંદજી (રાજકોટ), છારોડી ગુરુકુળના સંસ્થાપક માધવપ્રિયદાસ, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણી અને સ્વામિનારાયણ સંપ્રદાય (બાપ્સ)ના વડા મહંત સ્વામીનો સમાવેશ થાય છે. આ ધાર્મિક અગ્રણીઓને રામમંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાતમાંથી અન્ય ધાર્મિક અગ્રણીઓને પણ નિમંત્રણ મળી શકે છે પણ હાલના તબક્કે આ 5 ધાર્મિક અગ્રણીઓને જ નિમંત્રણ અપાયું છે.
આ પાંચ હિન્દુ અગ્રણી સંતો 4 ઓગસ્ટે વિમાનમાર્ગે લખનઉ પહોંચશે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજ ઉપરાંત મહામંત્રી, કોષાધ્યક્ષ, મહામંત્રી પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન રામના જન્મસ્થળે રામજન્મભૂમિ મંદિરનું ભુમિપૂજન કરીને શિલાન્યાસ કરશે. ગુજરાતના 5 અગ્રણી સાધુ-સંતો રામમંદિર નિર્માણના શિલાન્યાસની સાક્ષી બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion