Covid Vaccination: સમૃદ્ધ દેશોમાં જાનવરોનું કોરોના વેક્સિનેશન શરૂ, જ્યારે ગરીબ દેશોમાં માત્ર આટલા ટકા જ થયા વેક્સિનેટ!
એક તરફ અમેરિકામાં 65% લોકો વેક્સિન લઇ ચૂક્યાં છે તો ગરીબ દેશોમાં 1 પ્રતિશત લોકોને પણ રસી નથી મળી
Coronavirus:એક તરફ અમેરિકામાં 65% લોકો વેક્સિન લઇ ચૂક્યાં છે તો ગરીબ દેશોમાં 1 પ્રતિશત લોકોને પણ રસી નથી મળી. અમેરિકામાં પ્રાણી સંગ્રહાલયોમાં પણ વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. અહીં પશુ-પક્ષીઓને પણ રસી આપવામાં આવી રહી છે.
સમૃદ્ધ અને ગરીબ વચ્ચેનું અંતર આખા વિશ્વમાં વધી રહ્યું છે. અમેરિકા જેવા દેશોએ અત્યાર સુધીમાં 65 ટકાથી વધુ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપ્યો છે, પરંતુ ગરીબ દેશોની ભાગીદારી એક ટકા કરતા ઓછી છે. અવર વર્લ્ડ ઇન ડેટા મુજબ, વિશ્વની 23 ટકા વસ્તીને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે, પરંતુ ઓછી આવક ધરાવતા દેશોમાં, માત્ર 0.9 ટકા લોકોએ કોરોનાનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. આ દેશોમાં મોટાભાગના આફ્રિકન અને લેટિન અમેરિકન છે. આ સમયે, અમેરિકા એક એવો દેશ છે જ્યાં સિંહો અને રીંછને પણ રસી આપવામાં આવી રહી છે.
જરૂરિયાતથી વધુ રસી ખરીદી રહ્યાં છે અમીર દેશો
એક તરફ, ગરીબ દેશોને રસી નથી મળી રહી, જ્યારે કેટલાક સમૃદ્ધ દેશો છે જેઓ જરૂરિયાત કરતાં વધુ રસી ખરીદી લઇ રહ્યાં છે. પીપલ્સ વેકસીન એલાયન્સના અહેવાલ મુજબ, કેનેડાએ તેની વસ્તી કરતા પાંચ ગણા વધુ ડોઝ ખરીદ્યા છે. શ્રીમંત દેશોની પાસે વિશ્વની માત્ર 14 ટકા વસ્તી છે, પરંતુ આ દેશોએ પોતાને માટે 53 ટકા ડોઝ સુરક્ષિત રાખ્યા છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ તેમની વસ્તી કરતા વધારે ડોઝ ખરીદ્યા છે.
ઓકલેન્ડમાં જાનવરોની રસી
અમેરિકામાં પશુઓની પ્રજાતિઓને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટે વેક્સિનેશન શરૂ કર્યું છે. ઓકલેન્ડ પક્ષીઘરમાં વાઘ જિંજર અને મોલી પહેલા એવા પશુ છે. જેમને રસી આપવામાં આવી રહી છે. રસીના આ ડોઝ ન્યૂજર્સીમાં પશુ દવા કંપની જોએટિસએ વિકસિત કરીને દાન કરી છે. પ્રાણી સંગ્રાહલયના ઉપાધ્યક્ષ અલેક્સ હરમને કહ્યું કે, હજું સુધી એક પણ પશુ-પક્ષીમાં કોરોના વાયરસનું સંક્રમણ નથી જોવા મળ્યું પરંત સાવચેતીના ભાગરૂપે તેન વેક્સિન આપવામાં આવી રહી છે.
.