શોધખોળ કરો

Gyanvapi: 'મંદિરના દાવા સાચા, તો શું દેશમાં આ બધુ જ ચાલશે.....', જ્ઞાનવાપીના ASI રિપોર્ટ પર મુસ્લિમ પ્રૉફેસર ઇરફાન હબીબ

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે રિપોર્ટને કથિત રીતે હિન્દુ મંદિર તરીકે જાહેર કરવાને લઈને જોરદાર ચર્ચા થઈ રહી છે

Irfan Habib on Gyanvapi Issue: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે રિપોર્ટને કથિત રીતે હિન્દુ મંદિર તરીકે જાહેર કરવાને લઈને જોરદાર ચર્ચા થઈ રહી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને ગુરુવારે (25 જાન્યુઆરી) આ અહેવાલ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે પહેલા જ્ઞાનવાપીમાં એક હિન્દુ મંદિર હતું. દેશના પ્રખ્યાત ઈતિહાસકાર અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત પ્રૉફેસર ઈરફાન હબીબે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

એક રીતે આ દાવાને સ્વીકારતા તેમણે એ પણ પૂછ્યું છે કે શું દેશમાં આવું ચાલુ રહેશે ? અલીગઢમાં પ્રોફેસર ઈરફાન હબીબે એક ચેનલ સાથે વાત કરતા કહ્યું, "આ એક રીતે સાચું છે. પરંતુ શું દેશમાં આવુ થતું રહેશે જ્યાં મસ્જિદો તોડીને મંદિરો બનાવવામાં આવ્યા હતા અને જ્યાં મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી ?

કેટલાક પુસ્તકોમાં છે ઉલ્લેખ - 
જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિર હોવાના પ્રશ્ન પર હબીબે કહ્યું, 'હા, તે સાચું છે. ઘણા પુસ્તકોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ શું દેશમાં આવું ચાલુ રહેશે ? મસ્જિદો તોડીને મંદિરો બનાવવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે ? જ્યાં મસ્જિદો છે, તેને તોડીને મંદિરો બનાવવા જોઈએ ? બાબરી મસ્જિદ કેસમાં પણ એવું જ થયું હતું. એક અંગ્રેજી અખબારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મસ્જિદો તોડીને બનાવવામાં આવેલા ઘણા મંદિરોનો ઉલ્લેખ છે, તો શું તેમને પણ તોડી નાખવા જોઈએ ?

જ્ઞાનવાપી મામલેમાં સર્વેનું શું જરૂર હતી ?
પ્રોફેસરે કહ્યું કે જ્ઞાનવાપી કેસમાં ASI સર્વેની જરૂર નથી. આ વાત (મંદિર હોવાનો) આલમગીરના પુસ્તકમાં પણ ઉલ્લેખ છે અને જો તમે સર જદુનાથ સરકારનું પુસ્તક વાંચ્યું હોત તો તમને બધું સમજાયું હોત. હવે જેઓ ભણ્યા નથી તેઓ અભણ છે. તેની સાથે શું કરવું જોઈએ ?

શું કહ્યું છે હિન્દુ પક્ષના વકીલે ?
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે ASIના સર્વે રિપોર્ટમાં સંકેત મળ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ ત્યાં પહેલાથી હાજર એક જૂના મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી. જૈને પત્રકારોને જણાવ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે કોર્ટ દ્વારા 839 પાનાના ASI સર્વે રિપોર્ટની નકલો સંબંધિત પક્ષકારોને આપવામાં આવી હતી.

જૈને કહ્યું કે સર્વેક્ષણના અહેવાલથી સ્પષ્ટ થઈ ગયું છે કે મસ્જિદ પહેલાના અસ્તિત્વમાં રહેલા મંદિરને તોડીને તેના અવશેષો પર બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે મંદિર પર મસ્જિદ બનાવવામાં આવી હતી તેના અસ્તિત્વના પૂરતા પુરાવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ASI સર્વે રિપોર્ટ મેળવવા માટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો સહિત કુલ 11 લોકોએ કોર્ટમાં અરજી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Embed widget