Sadhguru Brain Surgery: સદગુરુ જગ્ગી વાસુદેવની કરવામાં આવી ઈમરજન્સી બ્રેન સર્જરી,મગજમાં થવા લાગ્યો હતો રક્તસ્ત્રાવ
Sadhguru jaggi Vasudev: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા
Sadhguru jaggi Vasudev: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચ 2024 ના રોજ મહા શિવરાત્રીની ઉજવણી પણ કરી.
Sadhguru had a life threatening issue, had a surgery and is recovering. He certainly hasn’t lost his sense of humour. Wishing a quick and complete recovery 🙏 pic.twitter.com/9Ugl9fhJ79
— Smita Prakash (@smitaprakash) March 20, 2024
15 માર્ચે જ્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે તેમણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીનો બપોરે 3:45 વાગ્યે ટેલિફોન પર સંપર્ક કર્યો. ડૉ. સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો. તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સદગુરુના મગજનો MRI કરવામાં આવ્યો અને મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો.
સદગુરુએ મગજની સર્જરી પછી એક વીડિયો સંદેશ જાહેર કર્યો અને કહ્યું કે મગજની સર્જરી પછી પણ તેમની સ્થિતિ સારી છે.
An Update from Sadhguru... https://t.co/ouy3vwypse pic.twitter.com/yg5tYXP1Yo
— Sadhguru (@SadhguruJV) March 20, 2024
ડૉ. વિનીત સુરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ. ચેટર્જી સહિત ડૉકટરોની ટીમ દ્વારા સદગુરુની સારવાર કરવામાં આવી હતી અને મગજમાં રક્તસ્ત્રાવ દૂર કરવા માટે 17 માર્ચે ઇમરજન્સી બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. બાદમાં સદગુરુને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા.
Neurologist Dr. Vinit Suri of @HospitalsApollo gives an update about Sadhguru’s recent Brain Surgery.
— Isha Foundation (@ishafoundation) March 20, 2024
A few days ago, Sadhguru underwent brain surgery after life-threatening bleeding in the brain. Sadhguru is recovering very well, and the team of doctors who performed the… pic.twitter.com/UpwfPtAN7p
સારવાર દરમિયાન ખબર પડી કે તેના મગજમાં 3-4 અઠવાડિયાથી લોહી વહેતું હતું. સદગુરુને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે. 17 માર્ચ, 2024 ના રોજ, તેમને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેનથી જાણવા મળ્યું કે મગજમાં સોજો નોંધપાત્ર રીતે વધી ગયો હતો અને તેનું ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. 17 માર્ચે, તેમની મગજની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. હાલમાં, સદગુરુની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. નોંધનિય છે કે, સદગુરુ જગ્ગી વાસુદેવએ તાજેતરમાં પોતાના આશ્રમ ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરી હતી. તેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઘણા બોલિવૂડ સેલિબ્રિટી અને નેતાઓએ પણ હાજરી આપી હતી.