શોધખોળ કરો
Advertisement
નવા વર્ષનું પહેલું મિશન, ISROએ સફળતાપૂર્વક કર્યું, અમેજોનિયા-1 સહિત 18 ઉપગ્રહ લોન્ચ
ઇસરો મુજબ (PSLV) પીએસએલવી-સી51 એસએલવીનું 53મું મિશન છે. આ રોકેટ દ્રારા બ્રાઝિલના અમેજોનિયા-1 સહિત 18 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવમામાં આવ્યાં છે.
વર્ષ 2021માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ તેમના પહેલા મિશનમાં સફળતા મેળવી છે. રવિવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી પીએસએલવી-સી51 લોન્ચ કરવામાં આવ્યું. . પીએસએલવી-સી 51 એમેઝોનીયા -1 અને અન્ય 18 ઉપગ્રહો સાથે અવકાશમાં ગયો છે.
ઇસરોએ એક નિવેદનમાં કહ્યું કે PSLV-C51 PSLV નું 53 મો મિશન છે. આ રોકેટની સાથે બ્રાઝિલના એમેઝોનીયા -1 ઉપગ્રહની સાથે અન્ય 18 ઉપગ્રહો પણ મોકલવામાં આવ્યાં છે.
ઇસરોના જણાવ્યા અનુસાર આ રોકેટ ચેન્નઈથી 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. રોકેટ 28 ફેબ્રુઆરીએ સવારે 10 કલાક અને 24 મિનિટે લોન્ચ કરવામાં આવ્યો હતો.
પીએસએલવી (પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) સી 51 / એમેઝોનીયા -1 ઇસરોની કમર્શિયલ આર્મ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) નું પ્રથમ સમર્પિત વાણિજ્યનિક મિશન છે.
એસકેઆઈએસડી (સુરક્ષિત ડિજિટલ) કાર્ડમાં ડિજિટલ ભગવદ ગીતા પણ મોકલવામાં આવી છે. આ સાથે જ આ સેટેલાઈટ 25 હજાર ભારતીયોના નામ લઈને અંતરિક્ષમાં જશે. ઈસરોની વાણિજ્ય શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે પણ આ ખાસ દિવસ છે. ઈસરોનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. પીએસએલવી (પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ) સી51/અમેઝોનિયા-1 એનએસઆઈએલનું પહેલું સમર્પિત વાણિજ્ય મિશન છે.
ISROના જણાવ્યા મુજબ, અમેજોનિયા-1 ઉપગ્રહની મદદથી એમેઝોન ક્ષેત્રમાં વનોની કાપણી અને બ્રાઝીલમાં કૃષિ ક્ષેત્ર સંબંધિત અલગ-અલગ વિશ્લેષણો માટે યુઝર્સને રિમોટ સેન્સિંગ ડેટા આપીને હાલની વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનું કામ કરવામાં આવશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion