Chandrayaan 3 Update: ચંદ્રયાન-3 ને લઈ સામે આવ્યા મહત્વના સમાચાર, જાણો ISROએ ટ્વિટ કરી શું કહ્યું ?
ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો.
Chandrayaan 3 Update: ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાંથી બહાર નિકળી પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલી રહ્યું છે. આ દરમિયાન શનિવારે (26 ઓગસ્ટ) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ આ મિશનના હેતુ અને અત્યાર સુધી પ્રાપ્ત કરેલા લક્ષ્યાંક વિશે માહિતી આપી હતી.
ISRO એ ટ્વીટ (X) કરી કહ્યું કે , "ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યો પૈકી, ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગનું પ્રદર્શન પૂર્ણ થયું. ચંદ્રની આસપાસ રોવરની ભ્રમણકક્ષા પૂર્ણ થઈ. હવે વૈજ્ઞાનિક પ્રયોગોનું સંચાલન ચાલી રહ્યું છે. તમામ પેલોડ્સ સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે."
Chandrayaan-3 Mission:
Of the 3⃣ mission objectives,
🔸Demonstration of a Safe and Soft Landing on the Lunar Surface is accomplished☑️
🔸Demonstration of Rover roving on the moon is accomplished☑️
🔸Conducting in-situ scientific experiments is underway. All payloads are… — ISRO (@isro) August 26, 2023
શિવશક્તિ પોઈન્ટ પાસે રોવર ફરી રહ્યું છે
આ પહેલા શનિવારે ઈસરોએ ચંદ્ર પર ફરતા રોવરનો વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યોની શોધમાં શિવશક્તિ પોઈન્ટની આસપાસ ફરે છે. પીએમ મોદીએ શનિવારે બેંગ્લોરમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ નામની જાહેરાત કરી
આ દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી કે જે જગ્યાએ ચંદ્રયાન-3નું લેન્ડર લેન્ડ થયું છે, હવે તે જગ્યા 'શિવ શક્તિ' નામથી ઓળખાશે. આ સાથે PM એ એમ પણ કહ્યું કે ચંદ્ર પર જે જગ્યા પર ચંદ્રયાન-2 એ પોતાના પદચિન્હ છોડ્યા હતા, તે જગ્યા હવે 'ત્રિરંગો પોઈન્ટ' કહેવાશે.
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના દરેક ખૂણામાં માત્ર ભારતીયો જ નહીં, પરંતુ જેઓ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે અને તેમાં ભવિષ્ય જુએ છે, માનવતાને સમર્પિત તમામ લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરેલા છે. જ્યારે હું વિદેશમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે, હું પહેલા બેંગ્લોર જઈશ. સૌ પ્રથમ હું વૈજ્ઞાનિકોને નમન કરીશ.
પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન 'જય જવાન, જય અનુસંધાન' ના નારા પણ આપ્યો હતો. ત્યાં હાજર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, હું કહીશ જય વિજ્ઞાન અને તમે કહેશો જય અનુસંધાન.