(Source: ECI/ABP News/ABP Majha)
Srinagar Terrorist Attack:શ્રીનગર આતંકી હુમલા મામલે PM Modi એ માંગી જાણકારી, શહીદ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
Srinagar Terrorist Attack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિગતવાર માહિતી માંગી છે અને શહીદ સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Srinagar Terrorist Attack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિગતવાર માહિતી માંગી છે અને શહીદ સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી. પીએમ મોદી હાલ વારાણસીમાં છે. શ્રીનગરના પંથા ચોક વિસ્તારના જેવનમાં સાંજે લગભગ 5.30 વાગ્યે આતંકવાદીઓએ પોલીસ બસ પર ગોળીબાર કર્યો હતો. આ બસમાં સવાર 14 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ પછી બધાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તબીબે બે જવાનોને મૃત જાહેર કર્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકવાદી હુમલામાં ગુલામ હસન ભટ, સજ્જાદ અહેમદ, રમીઝ અહેમદ, બિશમ્બર દાસ, સંજય કુમાર, વિકાસ શર્મા, અબ્દુલ મજીદ, મુદસ્સીર અહેમદ, રવિકાંત, શૌકત અલી, અરશીદ મોહમ્મદ, શફીક અલી, સતવીર શર્મા અને આદિલ અલી ઘાયલ થયા હતા. જેમાંથી ASI ગુલામ હસન ભટ અને સિલેકશન ગ્રેડ કોન્સ્ટેબલ શફીક અલીનું મોત થયું હતું.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો જેવન વિસ્તારના પંથા ચોકમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાખોર આતંકવાદીઓની શોધ ચાલુ છે. વહેલી સવારે શ્રીનગરના જ રુગરત વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
આતંકી હુમલામાં જવાનોની શહીદી પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો જેવન વિસ્તારના પંથા ચોકમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.