શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચારેય દોષિતોને ફાંસીની સજા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં 13 મે, 2008ના રોજ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. અલગ અલગ જગ્યાએ થયેલ 8 બ્લાસ્ટે સમગ્ર જયપુરને હચમચાવી મૂક્યુ હતું. આ ઘટનામાં 71 લોકોના મોત થયા હતા
નવી દિલ્હીઃ 2008 જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચારેય આરોપીઓને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ દોષિતોમાં સેફુર રહેમાન, સરવર આઝમી, સલમાન અને મોહમ્મદ સૈફ છે. આ પહેલા કોર્ટે 18 ડિસેમ્બરે સુનાવણી કરતા ચારેય આરોપીઓને આ મામલે દોષિ ઠેરવ્યા હતા.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં 13 મે, 2008ના રોજ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. અલગ અલગ જગ્યાએ થયેલ 8 બ્લાસ્ટે સમગ્ર જયપુરને હચમચાવી મૂક્યુ હતું. આ ઘટનામાં 71 લોકોના મોત થયા હતા અને 176 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સીરિયલ બ્લાસ્ટ માત્ર 15 મિનિટમાં 8 અલગ અલગ જગ્યાએ થયા હતા. બ્લાસ્ટ સાંજે 7 કલાકને 10 મિનિટે ચાંદપોલ હનુમાન મંદિર પાસે થયા હતા. બીજો બ્લાસ્ટ સાંગાનેરી ગેટ હનુમાન મંદિર પાસે થયો હતો. ત્યાર બાદ મોટી ચોપડ, જોહરી બજાર, નાની ચોપડ અને ત્રણ અન્ય જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારની ભલામણના આધારે હાઈ કોર્ટે બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલ કેસની સુનાવણી કરવા માટે વિશેષ કોર્ટ બનાવી હતી.2008 Jaipur bomb blasts case: Jaipur court announces quantum of sentence in the matter, all the four convicts - Sarvar Aazmi, Mohammad Saif, Saifur Rahman, and Salman, to be hanged till death. pic.twitter.com/zsqcOeSGiC
— ANI (@ANI) December 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion