Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Amit Shah on Kashmir: કેન્દ્રીય મંત્રી અમિત શાહે કાશ્મીરના નામની ઉત્પત્તિ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે મહર્ષિ કશ્યપના નામે કાશ્મીરનું નામ પડ્યું હોઈ શકે છે. DPAP નેતા સલમાન નિઝામીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
Amit Shah on Kashmir Name: કાશ્મીરના નામને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવેદનના કારણે રાજકીય હલચલ વધી ગઈ છે. ગુરુવારે (2 જાન્યુઆરી) પુસ્તક J&K and Ladakh Through the Agesના લોન્ચિંગ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, શક્ય છે કે કાશ્મીરનું નામ મહર્ષિ કશ્યપના નામ પરથી રાખવામાં આવ્યું છે, કારણ કે તેને કશ્યપની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
जम्मू-कश्मीर और लद्दाख के इतिहास, संस्कृति और महत्त्व को दर्शाती 'जम्मू-कश्मीर एवं लद्दाख: सातत्य और संबद्धता का ऐतिहासिक वृत्तांत' पुस्तक के विमोचन कार्यक्रम से लाइव…
— Amit Shah (@AmitShah) January 2, 2025
https://t.co/iwGrb6On02
હવે DPAP નેતા સલમાન નિઝામીએ અમિત શાહના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે દાવો કર્યો છે કે કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી જમ્મુ-કાશ્મીરના લોકો ચોંકી ગયા છે અને નારાજ છે. સલમાન નિઝામીએ અમિત શાહના નિવેદનની ક્લિપ શેર કરતા લખ્યું, શાહે કહ્યું છે કે 'શક્ય' છે કે કાશ્મીરનું નામ કશ્યપના નામ પર રાખવામાં આવ્યું હોય. તેમણે એવું નથી કહ્યું કે કાશ્મીરનું નામ કશ્યપના નામે હોવું જ જોઈએ. સાથે જ સલમાન નિઝામીએ કહ્યું કે ભ્રમ ન ઉભો કરો અને ગેરમાર્ગે ન દોરો.
As I can hear, HM @AmitShah is saying, ‘It is possible that Kashmir was named after Kashyap, 'Hosakta hai Kashmir ka naam Kashyap ke naam pay padha hoga' not ‘It should be named after Kashyap.’ Let us not create confusion or mislead. Many people in the state are shocked and… pic.twitter.com/Keob4ThJP8
— Salman Nizami (@SalmanNizami_) January 2, 2025
અમિત શાહે શું કહ્યું?
હકીકતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ઇતિહાસકારોએ પુસ્તકો દ્વારા કાશ્મીરનો ઇતિહાસ કહેવાનો પ્રયાસ કર્યો હતો. મારી અપીલ છે કે પુરાવાના આધારે જ પુસ્તક લખો. 150 વર્ષનો સમયગાળો એવો હતો જ્યારે ઈતિહાસ માત્ર દિલ્હી પૂરતો સીમિત હતો. એ સમય હતો શાસકોને ખુશ કરવાનો, આ સમય ઈતિહાસને મુક્ત કરવાનો છે. હું ઈતિહાસકારોને અપીલ કરું છું કે આપણો હજારો વર્ષ જૂનો ઈતિહાસ તથ્યો સાથે લખો.
કલમ 370નો ઉલ્લેખ કરવામાં આવ્યો
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 અને 35-Aનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓએ કાશ્મીરની દેશના અન્ય ભાગો સાથે જોડાણમાં અવરોધ ઉભો કર્યો છે. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ દેશના અન્ય ભાગોની સાથે કાશ્મીરનો વિકાસ શરૂ થયો. ગૃહમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે કલમ 370એ કાશ્મીર ખીણમાં અલગતાવાદની સ્થિતિ સર્જી હતી, જે પાછળથી આતંકવાદમાં પરિવર્તિત થઈ ગઈ હતી.
આ પણ વાંચો...