શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીરમાં શું થશે? ભારે તનાવની વચ્ચે PM આવાસ પર કેબિનેટ બેઠક શરૂ
રવિવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબા પણ હાજર રહ્યાં હતા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી હલચલ વચ્ચે મોદી સરકારે આજે વડાપ્રધાન આવાસ પર કેબિનેટ પર બેઠક બોલાવી છે. સુત્રો તરફથી માહિતી છે કે કેબિનેટની આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની હાલની પરિસ્થિતિ પર ચર્ચા થઇ શકે છે. મોદી સરકારની કેબિનેટ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્તિતિ ખરાબ છે, દેશભરમાં જમ્મુ-કાશ્મીરને લઇને ચર્ચા છે.
જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને લઇને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે મોડી રાત્રે ડીજીપી અને ચીફ સેક્રેટરી સાથે બેઠક કરી હતી. રાજ્યપાલે સેક્રેટરી સાથે જમ્મુ-કાશ્મીરની દરેક કલાક પર પરિસ્થિતિ પર રિપોર્ટ માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રવિવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબા પણ હાજર રહ્યાં હતા. સુત્રો તરફથી માહિતી છે કે, અમિત શાહે સુરક્ષા મામલે બેઠક કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion