J&K Govt: કોંગ્રેસ હાઇકમાન્ડનો મોટો નિર્ણય, ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય કોંગ્રેસ
Jammu And Kashmir Govt: આજનો દિવસ (16 ઓક્ટોબર 2024) જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે
Jammu And Kashmir Govt: આજનો દિવસ (16 ઓક્ટોબર 2024) જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. એક તરફ આજે નેશનલ કૉન્ફરન્સના ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લેશે, તો બીજી તરફ શપથ ગ્રહણ સમારોહ પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે તે ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય. તમને જણાવી દઈએ કે નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું અને આ ગઠબંધન જીત્યું હતું.
બીજીબાજુ, કલમ 370 નાબૂદ કર્યા પછી યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની જીત બાદ અબ્દુલ્લા આજે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ સવારે 11.30 વાગ્યે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.
ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મંગળવારે (15 ઓક્ટોબર 2024) મીડિયાને જણાવ્યું કે ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા આજે ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જો કે કોંગ્રેસે મંગળવારે શપથ ગ્રહણ સમારોહ પહેલા સરકારમાં ન જોડાવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે.
ઓમર અબ્દુલ્લા વિશે જાણો
અબ્દુલ્લા પરિવારની ત્રીજી પેઢી ઈતિહાસ રચવા જઈ રહી છે. પરિવારનો રાજકીય ઇતિહાસ 70ના દાયકામાં શરૂ થયો હતો. વર્ષ 1977માં, પાર્ટીએ 47 બેઠકો મેળવ્યા બાદ દાદા શેખ અબ્દુલ્લાએ રાજ્યની કમાન સંભાળી. 1982માં તેમના મૃત્યુ પછી, તેમના પુત્ર અને ઓમરના પિતા ફારુક અબ્દુલ્લા મુખ્ય પ્રધાન બન્યા અને લાંબી રાજકીય ઇનિંગ્સ રમી. હવે રાજ્યની કમાન ઓમર અબ્દુલ્લાના હાથમાં રહેશે. ચૂંટણી એફિડેવિટ અનુસાર, ઓમર પાસે કુલ 54.45 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે માત્ર 95,000 રૂપિયા રોકડા છે. ઓમરનું શિક્ષણ શ્રીનગરની બર્ન હોલ સ્કૂલમાંથી થયું હતું. આ પછી હિમાચલ પ્રદેશની લોરેન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈની સિડનહામ કોલેજમાં ગયા અને કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ઓમરની રાજકીય કારકિર્દી 1996માં શરૂ થઈ, તેમણે કહ્યું હતું કે, પાર્ટીની જીત બાદ મેં રાજનીતિને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. રાજકારણમાં આવ્યાના બે વર્ષ બાદ જ મેં દિલ્હી જવાનું નક્કી કર્યું. 1998માં તેમના પિતા ફારૂક અબ્દુલ્લાએ તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે ઉભો રાખ્યો. ઓમરે ચૂંટણી લડી અને જીત્યા. આ જીત સાથે તેણે 2001માં સૌથી યુવા વિદેશ મંત્રી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જો કે, ડિસેમ્બર 2002માં માત્ર 17 મહિના બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે મોટી જવાબદારી પણ મળી હતી. વર્ષ 2022માં તેમને નેશનલ કોન્ફરન્સનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. 2008માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બની સામે આવી હતી. 2009માં ઓમરને મખ્યમંત્રી બનાવવામાં આવ્યો. 2015માં તેનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. ઓમર અબ્દુલ્લા અને તેની પત્નીના તલાકના સમાચારો સતત ચર્ચામાં રહે છે. પાયલ અને ઓમરે 1994માં લવ મેરેજ કર્યા હતા.જમ્મુ-કાશ્મીરના સીએમ બનનાર ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલનાથ 15 વર્ષથી અલગ રહે છે.તેના 2 દિકરા પાયલ સાથે દિલ્હીમાં રહે છે.