શોધખોળ કરો
Advertisement
ભારતીય સેનાને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુલ્લન ગાંદરબલમાં અથડામણ દરમિયાન આતંકી ફરાર થઈ ગયો હતો સુરક્ષાદળોએ તેની શુક્રવારે રાત્રે ધરપકડ કરી છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુલ્લન ગાંદરબલમાં અથડામણ દરમિયાન આતંકી ફરાર થઈ ગયો હતો સુરક્ષાદળોએ તેની શુક્રવારે રાત્રે ધરપકડ કરી છે. એએનઆઈ મુજબ, લશ્કર-એ-તૈયબાના આતંકી નિસાર ડારને શુક્રવારે રાત્રે સુરક્ષાદળોએ ધરપકડ કરી લીધી છે. તે કુલ્લન ગાંદરબલમાં અથડામણમાં બચી ગયો હતો, જેમાં એક પાકિસ્તાની આંતકીને ઠાર મારવામાં આવ્યો હતો.
નૌશેરા સબ ડિવીઝનના સરહદી ડબ્બર વિસ્તાર અને અન્ય જગ્યાઓ પર આતંકવાદીઓની શોધખોળમાં શુક્રવારે સેના અને પોલીસ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. બીજી તરફ સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સવારે છ વાગ્યા બાદ ઘરમાંથી નિકળે અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઘરે પરત ફરે. સેના અને પોલીસે લોકોને સહયોગ કરવાની અપીલ કરી છે. સેના અને પોલીસે આતંકીઓની તપાસ માટે શુક્રવારે ડબ્બર ગામની સાથે ખેરી, ગરાત, મંગલાઈ, પોઠા ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન લોકોને સંદિગ્ધ વિશે પુછપરછ કરી હતી. સેનાએ જંગલમાં પણ ઓપરેશન ચલાવ્યું હતું.J&K: Lashkar-e-Toiba terrorist Nisar Dar arrested by security forces last night. He had earlier escaped from an encounter in Kullan Ganderbal in which one Pakistani terrorist was killed.
— ANI (@ANI) January 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement