Jammu Kashmir Result: રવિંદ્ર રૈનાએ જમ્મુ કાશ્મીર BJP અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે રવિન્દ્ર રૈનાએ જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.
Jammu Kashmir Election Result 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે રવિન્દ્ર રૈનાએ જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં પાર્ટીના પ્રદર્શન બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો છે. આ પહેલા રવીન્દ્ર રૈના જમ્મુની નૌશેરા વિધાનસભા સીટ પરથી ચૂંટણી હારી ગયા હતા.
મતગણતરી પહેલા રવિન્દ્ર રૈનાએ એવો પણ દાવો કર્યો હતો કે કાશ્મીરમાં ઓછામાં ઓછા 15-16 અપક્ષ ઉમેદવારો છે, જેઓ જીત્યા બાદ ભાજપને સમર્થન કરશે અને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં દૈવી શક્તિઓ જીતશે.
નોંધનીય છે કે કલમ 370 હટાવ્યા બાદ અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મંગળવાર 8 ઓક્ટોબરે તમામ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
ઓમર અબ્દુલ્લા હશે આગામી મુખ્યમંત્રી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે. વલણો અનુસાર, ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી મુખ્યમંત્રી હશે. તેમણે વધુમાં કહ્યું કે, “લોકોએ પોતાનો જનાદેશ આપ્યો છે. તેઓએ સાબિત કરી દીધું છે કે તેઓ 5 ઓગસ્ટે લીધેલા નિર્ણયને સ્વીકારતા નથી. તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બડગામ સીટ પરથી જીત્યા છે. તેમણે પીડીપીના આગા સૈયદ મુન્તાજીર મેહદીને 18,485 મતોથી હરાવ્યા. ઓમર અબ્દુલ્લાને 36010 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ આગા સૈયદ મુન્તાજીર મેહદીને 17525 વોટ મળ્યા.
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ છેલ્લે 2009 થી 2015 સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. આ વખતે તેઓ ગાંદરબલ અને બડગામથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. ગાંદરબલ વિધાનસભા સીટ પર 20 રાઉન્ડની મતગણતરી થવાની છે. મતગણતરીના 15માં રાઉન્ડમાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાને 30736 વોટ મળ્યા છે. પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને 20970 મત મળ્યા છે. પીડીપીના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાથી 9766 વોટથી પાછળ છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઈશ્ફાક અહેમદ શેખ ત્રીજા ક્રમે છે.
Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય