શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ કાશ્મીર: માછિલ સેક્ટરમાં ઓપરેશન દરમિયાન સેનાના 3 અને BSFનો એક જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં સરહદ પાસે સુરક્ષાદળોએ પાકિસ્તાનના મોટા ષડયંત્રને નાકામ બનાવી દીધુ છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં સરહદ પાસે સુરક્ષાદળોએ પાકિસ્તાનના મોટા ષડયંત્રને નાકામ બનાવી દીધુ છે. ઓપરેશન દરમિયાન સેનાના ત્રણ અને બીએસએફનો એક જવાન શહીદ થયા છે. સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. બીએસએફના મુજબ, કૉન્સ્ટેબલ સુદીપ સરકાર માછિલ સેક્ટરમાં ઓપરેશન દરમિયાન શહીદ થયા છે. સેના પણ આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશનમાં સામેલ છે. જોઈન્ટ ઓપરેશન ચાલું છે
જ્યારે સેનાના સૂત્રો મુજબ, સેનાના એક કેપ્ટન અને બે જવાનોના જીવ માછિલ સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન ગયા. ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઓપરેશન ચાલુ છે.
આ પહેલા બીએસએફએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે, 7 નવેમ્બરની મોડી રાત્રે માછિલ સેક્ટરમાં એલઓસીની બાડ પાસે પાર્ટીને શંકાસ્પદોની ચાલની ખબર હતી.આ આતંકવાદી ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા. બાદમાં બીએસએફના જવાનોએ આતંવાદીઓની ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ કરતા એક આતંકવાદીનો સફાયો કર્યો હતો અને અન્યને પાછળ હટવા મજબૂર કર્યા. આતંકીઓ પાસેથી બીએસએફએ 1 એકે-47 અને 2 બેગ મળી આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion