શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, BSFનાં બે જવાન શહીદ
શ્રીનગરથી 17 કિલોમીટર દુર પંડાચ વિસ્તારમાં આતંકવાદીઓએ બીએસફના જવાનો પર હુમલો કરી દીધો હતો.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના બે જવાન શહીદ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બાઈક પર સવાર થીને આવેલા આતંકવાદીઓએ શ્રીનગરથી 17 કિલોમીટર દુર પંડાચ વિસ્તારમાં બીએસફના જવાનો પર ગોળીબાર કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે, હુમલામાં બીએસફના બે જવાન ઘાયલ થયા હતા જેમને સોરા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે એક જવાનને મૃત જાહેર કર્યા જ્યારે બાદમાં બીજા જવાને પણ દમ તોડ્યો હતો.
તેમણે જણાવ્યું કે, તે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાવરોને પકડવા માટે સેના દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement