Grenade Blasts : જમ્મુ-કાશ્મીરમાં અડધો કલાકમાં બે આતંકી હુમલા, 1 નાગરિક અને 1 પોલીસકર્મી ઘાયલ
Jammu Kashmir Grenade Blasts : આતંકવાદીઓએ લગભગ અડધા કલાકની અંદર બડગામ અને શ્રીનગરમાં બે સ્થળોએ ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં એક પોલીસકર્મી સહિત બે લોકો ઘાયલ થયા છે.
Grenade Blasts In Jammu Kashmir:આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓએ અડધા કલાકની અંદર બે અલગ-અલગ જગ્યાએ ગ્રેનેડ ફેંક્યા હતા. પોલીસે રાત્રે 9.05 વાગ્યે જણાવ્યું કે બડગામના ગોપાલપુરા ચદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં કરણ કુમાર સિંહ નામનો વ્યક્તિ ઘાયલ થયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
આ ઘટના બાદ કાશ્મીર ઝોન પોલીસે રાત્રે 9.35 વાગ્યે ટ્વિટ કર્યું અને કહ્યું કે આતંકવાદીઓએ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં એક પોલીસ જવાનને સામાન્ય ઈજા થઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
J&K | Terrorists hurled grenade in Gopalpora Chadoora area of Budgam in which one civilian namely Karan Kumar Singh got injured; his condition is stated to be stable. Area cordoned off. Further details awaited: Police
— ANI (@ANI) August 15, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/bJ3x6ok1Iy