(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ કાશ્મીર ચૂંટણી: બે કલાકમાં ભાજપનો યૂટર્ન, 44 ઉમેદવારોની પ્રથમ યાદી પાછી ખેંચી
ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી
Jammu Kashmir Election: ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં અલગ-અલગ બેઠકો પરથી 44 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, ભાજપની પ્રથમ યાદી જાહેર થયાના માત્ર 2 કલાકમાં જ તે પાછી ખેંચી લેવામાં આવી છે. પાર્ટી હવે આ યાદીમાં સુધારા અને ફેરફારો કરવા જઈ રહી છે, ત્યારબાદ ઉમેદવારોની નવી યાદી જાહેર કરવામાં આવશે.
BJP withdraws first list of 44 candidates released for upcoming J&K Assembly Elections; BJP to amend and release the list of candidates again pic.twitter.com/X9tqVoZ9Zv
— ANI (@ANI) August 26, 2024
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે 44 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પરંતુ થોડા સમય પછી બીજેપીએ માહિતી આપી કે તેઓએ યાદી પાછી ખેંચી લીધી છે. બીજેપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યાદી કેટલાક વધુ અપડેટ સાથે જાહેર કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
પૂર્વ ડેપ્યુટી સીએમને ટિકિટ નહીં
આ યાદીની ખાસ વાત એ છે કે પૂર્વ ડેપ્યુટી સીએમ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહને ટિકિટ મળી નથી. નિર્મલ સિંહ 2014માં બિલાવર વિધાનસભા સીટ પરથી જીત્યા હતા. પૂર્વ ડેપ્યુટી સીએમ કવિંદર ગુપ્તાને પણ ટિકિટ મળી નથી. જો કે એવી અટકળો છે કે આગામી યાદીમાં કવિન્દર ગુપ્તાના નામની જાહેરાત થઈ શકે છે. આ યાદીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના ભાઈ દેવેન્દ્ર રાણાને નાગોટાથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર રાણા નેશનલ કોન્ફરન્સ છોડીને ભાજપમાં જોડાયા હતા.
બે કાશ્મીરી પંડિતોને પણ ટિકિટ આપવામાં આવી છે
ભાજપે કાશ્મીર ખીણની બે બેઠકો પરથી કાશ્મીરી પંડિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વીર સરાફને શંગસ-અનંતનાગ પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બાકદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રવિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે નવી દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભાજપ સોમવારે સવાર સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.
કાશ્મીરમાં પીએમ મોદીની બે રેલી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પીએમ મોદી કાશ્મીરમાં એકથી બે રેલી કરશે જ્યારે પીએમ મોદી જમ્મુમાં 8થી 10 રેલીઓ કરશે. ચૂંટણી પંચે 90ના રોજ મતદાનની તારીખોની જાહેરાત કરી છે.રાજ્યની વિધાનસભા બેઠકો થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે આવશે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.
આ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે
પંપોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનાપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દૂરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવાડા, બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પૈડ ડેર, નાગસેની, ભદ્રવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ.